ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે વૃક્ષને બાંધે બેની અમર રાખડી. સાબરકાંઠા જિલ્લા કલેકટર સી જે પટેલ ના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. “ગુજરાત રાજ્યનો ક્દાચ આ પ્રથમ કાર્યક્રમ હશે. રક્ષાબંધનના પવિત્ર દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . જિલ્લા સમાહર્તા સી જે પટેલ સાહેબ કાર્યક્રમ ની શુભ શરૂઆત ભગવાન શામળીયાના દર્શન કરી કરી હતી. ગ્રામજનો સાથે સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે ઔપચારિક મીટીંગ ગોઠવી હતી. કાર્યક્રમની રૂપરેખા ગઢડા શામળાજી સરપંચ એમ આર ચૌહાણે આપી હતી. પત્રકાર એસોસિયેશનના પ્રમુખ ધીરુભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

સાથે વૃક્ષને બાંધે અમર રાખડી કાર્યક્રમ લોકોને પર્યાવરણ બચાવો અને વૃક્ષ પ્રત્યેની જાગૃતિ લાવવા માટેની આ સુંદર પહેલ યુવા સરપંચ મહેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા સમાહર્તા દ્વારા નાની બાળકીઓ સાથે દરેક વૃક્ષને રાખડી બાંધી વૃક્ષ ની આરતી ઉતારી હતી. સાથે ગ્રામજનોને પણ વૃક્ષોની જાળવણી અને જતન કરવા ઉપર ભાર મૂક્યો હતો. સરપંચ એમ આર ચૌહાણ ની આ પહેલને પણ બિરદાવી હતી. ગામના તળાવને ઊંડું કરી પાણી ભરવામાં આવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

સાથે આ ગામને હરિયાળું બનાવવા માટે સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા. ગામમાં માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે ગામની સરકારી શાળામાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. માનનીય કલેકટરને પુષ્પગુચ્છ અને ભગવાન શામળિયાના નો ફોટો આપીને અભિવાદન કર્યું હતું.

ખેડબ્રહ્મા તાલુકા મામલતદાર જી.ડીગમાર અને ફોરેસ્ટ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ એમ.આર. ચૌહાણ પંચાયત સદસ્ય તથા યુવા ટીમ એ સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર સંગઠન પ્રમુખ ધીરુભાઈ એ કર્યું હતું.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment