કુંભારાથી કરબુણ હડકાઈ માતાજીના મંદિરે જમીન માપી માનતા પૂરી કરી

થરાદ,

લોકોમાં દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા આસ્થા હજી અકબંધ જોવા મળી રહી છે, જોકે લોકો હજુ માનતાઓ પૂરી કરવા વિવિધ રીતે દેવી દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા રાખી માનેલી માનતા પૂરી કરતા ભક્તિભાવ અખંડ જોવા મળે છે, ત્યારે કુંભારાથી જમીન માપી કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે દર્શન કરી માનેલી માનતા પૂરી કરી હતી. જોકે હડકાઈ માતાજીના મંદિરે આવતા શ્રધ્ધાળુઓ ઉમટી વિવિધ માનતાઓ પૂરી કરી ધન્યતા અનુભવે છે,

તેમજ કુંભારાથી માનતા પૂરી કરવા કરબુણ ગામે હડકાઈ માતાજીના મંદિરે નીકળેલ શ્રધ્ધાળુઓ ઢોલ વગાડતા વગાડતા મંદિરે દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં ગણપતભાઈ ભેમાભાઈ ઠાકોરને કુંભારાથી કરબુણ હડકાઈ માતાજીના ધામ સુધી જમીન માપીને માનતા પૂરી કરવાની આખડી લીધા બાદ તેમની મનોકામના તૃપ્ત થતા તેઓ ઢોલના તાલે ભૂમીને વંદન કરતા કરતા માનેલી માનતા પૂરી કરી લોકોમાં દેવી દેવતાઓ પ્રત્યેની શ્રદ્ધા હજુ અકબંધ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment