“ગુજરાતનો ગરબો”: યુનેસ્કો દ્વારા આયોજિત કાર્યક્રમનું ભાવનગરમાં જીવંત પ્રસારણ યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આયોજીત “ગુજરાતનાં ગરબા” ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે યુનેસ્કો (UNESCO) દ્વારા માન્યતા આપવાના પ્રસંગનું બૉત્સ્વાના પ્રજાસત્તાકના કસાને શહેરથી લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ ભાવનગરની શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મેઇન હોલ, સરદારનગર ખાતેથી નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે ભાવનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, પ્રાંત અધિકારી હિતેષ જણકાટ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી એસ.એમ.બ્રહ્મભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષભાઈ મેસવાણિયા, જિલ્લા રમત ગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, અમુલભાઈ પરમાર, નીતિનભાઈ દવે, નીપાબેન ઠક્કર, મનુભાઈ દીક્ષિત સહિતના ગરબા તજજ્ઞો અને ગરબાપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.

Related posts

Leave a Comment