આવતીકાલ તા. ૧૭-૦૬-૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ             બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આવતીકાલ તા. ૧૭-૦૬-૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, ૯૨ પ્રાથમિક શાળાઓ અને ૩૬૪ આંગણવાડીઓ બંધ રહેશે તેમ, મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત કરાયેલો નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ…

Read More

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને “સાંસદ યોગ સ્પર્ધા” યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતમાં વ્યારા સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “સાંસદ યોગ” (ભાઇઓ/બહેનો) સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત ઉપસ્થિત તમામ મહેંમાનોએ સ્પર્ધકો સાથે યોગા કર્યા હતા. આ પ્રંસગે સાંસદ પ્રભુભાઇ વસાવાએ સ્પર્ધકોને યોગ વિશે સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં નિરોગી રહેવું હોય તો યોગ અપનાવાવો જોઇએ. આપણા વ્યક્તિગત જિવનમં નિરામય તંદુરસ્ત જિવન જીવવા માટે યોગ ખુબજ ઉપયોગી છે. ત્યારે તમામ નાગરીકોએ પોતાના જિવનમાં યોગને અપનાવવું જોઇયે…

Read More

ગુજરાત સરકારના આગોતરાં આયોજન અને પૂર્વતૈયારીઓથી રાજ્યમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી થનારા ગંભીર નુકસાનને સફળતાપૂર્વક ટાળી શકાયું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 1 લાખથી વધુ નાગરિકોના સ્થળાંતરની અભૂતપૂર્વ કામગીરીના કારણે ઝીરો કેઝ્યુઆલિટી શક્ય બની – કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓએ રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોરચો સંભાળ્યો, કેન્દ્રના સહયોગ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માન્યો ‘વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, તેથી જ ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે’ રાજ્યમાં સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત કરવા માર્ગ-મકાન, ઊર્જા અને વન વિભાગ સહિતના વિભાગો યુદ્ધના ધોરણે કામે લાગ્યા બિપરજોય વાવાઝોડાંનો મક્કમતાથી મુકાબલો કરવામાં અથાગ પરિશ્રમ કરનારી ટીમ ગુજરાતના સહુ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી

Read More

બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી વધુ એક અંગદાન

હિન્દ ન્યુઝ, સુરત બિપરજોય વાવાઝોડાની વિકટ સ્થિતિ વચ્ચે દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક અંગદાન થયું હતું. આજે શહેરના કોસાડ આવાસ ખાતે રહેતા ૨૮ વર્ષીય બ્રેઈનડેડ ગણેશ કેશવભાઈ પરમારની બે કિડની તથા બે ચક્ષુનું દાન કરાયું છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે, ત્યારે રાજ્ય સરકાર લોકોના જાનમાલની સલામતી અને જીવનરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે, એ જ રીતે હાલ વાવઝોડાની દહેશત વચ્ચે પણ સુરતમાં અંગદાનની સરવાણી અટકી નથી, એની આજે પ્રતીતિ થઈ છે. સુરતના કોસાડ આવાસ ખાતે ૨૮ વર્ષીય ગણેશ કેશવભાઈ પરમાર અને…

Read More

મહીસાગર જિલ્‍લા કલેકટર ભાવિન પંડયા દ્વારા સંતરામપુર સબ જેલની અને સંતરામપુર પોલીસ સ્ટેશનની તપાસણી મુલાકાત કરવામાં આવી

હિન્દ ન્યુઝ, મહીસાગર       કલેકટર ભાવીન પંડયા સંતરામપુર સબ જેલની મુલાકાત લઇને જેલમાં હાજર કેદીઓની વિગતોની ચકાસણી કરવાની સાથે જેલના રેકર્ડની ચકાસણી અને તપાસણી કરી જેલરને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે પોલીસ સ્ટેશનમાં રહેલ રેકર્ડની જાત તપાસ કરી પડતર ફાઇલોનો ઝડપથી નિકાલ કરવા સુચના આપી હતી.  કલેકટરએ સબ જેલની મુલાકાત દરમિયાન જેલમાં રહેલા કેદીઓ સાથે સંવાદ કરી તેઓને આપવામાં આવતી સગવડોની જાણકારી મેળવી હતી.  કલેકટરની આ મુલાકાત દરમિયાન સંતરામપુરના પ્રાંત અધિકારી કૌશીક જાદવ અને મામલતદાર સંગાડા તથા કલેકટર કચેરીની ફોજદારી શાખાના વિરેન્‍દ્રભાઇ પ્રજાપતિ અને નયનકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા…

Read More