હિન્દ ન્યુઝ, ગાંધીનગર
1 લાખથી વધુ નાગરિકોના સ્થળાંતરની અભૂતપૂર્વ કામગીરીના કારણે ઝીરો કેઝ્યુઆલિટી શક્ય બની – કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓએ રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોરચો સંભાળ્યો, કેન્દ્રના સહયોગ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માન્યો
‘વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, તેથી જ ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે’
રાજ્યમાં સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત કરવા માર્ગ-મકાન, ઊર્જા અને વન વિભાગ સહિતના વિભાગો યુદ્ધના ધોરણે કામે લાગ્યા
બિપરજોય વાવાઝોડાંનો મક્કમતાથી મુકાબલો કરવામાં અથાગ પરિશ્રમ કરનારી ટીમ ગુજરાતના સહુ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી