મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લાના પ્રભારી સચિવ અશ્વિનીકુમારનાં અધ્યક્ષતા અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે પાણી પુરવઠા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહની વ્યવસ્થા ગોઠવવા, અમલીકૃત યોજનાઓ થકી ગામો સુધી પહોંચાડવામાં આવેલ પાણીની વ્યવસ્થા સહિતની તમામ કામગીરી અંગે માહિતગાર થયા હતા. પ્રભારી સચિવ અશ્વિનીકુમાર એ પાણી સંબંધિત યોજનાકીય માહિતી, લાભો સહિતની અન્ય વ્યવસ્થાઓને આયોજનબદ્ધ રીતે કરી પ્રજાના પ્રશ્નોનો ત્વરિતપણે નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે…

Read More

જામનગરના કલેકટર અને એસ.પી. ના કાર્ય ને બિરદાવતી ‘હિન્દુ સેના’

હિન્દ ન્યુઝ, જામનગર         જામનગરમાં છેલ્લા ઘણા સમયથી અનેક એવા પ્રશ્નો ગુચવાયેલા છે. જેને જળમૂળથી ઉખાડવા કોઈ જાબાઝ અધિકારી દ્વારા જ શક્ય છે. ત્યારે તાજેતરમાં જ શિક્ષણને બાધા રૂપ અવેધ કબજો કરેલ જગ્યાને જામનગરના એસ.પી.ના માર્ગદર્શન અને કલેક્ટરનાં હુકમથી સજુબા કન્યા શાળામાં જે કાર્યવાહી કરવામાં આવી તે પ્રશંસા લાયક છે. અનેક અફવાઓ અને શિક્ષણમાં કાયમી બાધા રૂપ એવી જગ્યાનું ડીમોલેશન કરી સરકારી તંત્ર એ ફરી એક વખત પોતાની ઉમદા કામગીરી બતાવી છે જે ધન્યવાદને પાત્ર છે. ઘણા સમયથી અનેક એવા પ્રશ્નોને લઈ હિન્દુ સેના આગળ વધી રહી…

Read More

સોમનાથ ટ્રસ્ટ તરફથી 2500 કિલો કેરીઓનું આંગણવાડીઓના 10,000 બાળકોને વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, સોમનાથ         સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરાથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવી હતી. જ્યારે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે મીઠી મધુરી કેસર કેરીની ચીર પોતાના મુખમાં મૂકી પર હાસ્ય સાથે કેરીનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી. સોમનાથ મહાદેવને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2500 કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિની સાથે…

Read More