આણંદના વાસદમાં દિવાલ ઢસી પડતાં માસુમ ભાઈ–બહેનનું મોત 

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે કરૂણાંતિકા સર્જાઇ હતી. વાસદમાં બે દિવાલ વચ્ચે છાપરૂ બનાવી રહેતા શ્રમજીવી પરિવારના બે માસુમ બાળક પર દિવાલ પડતાં તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જ્યારે બનાવના પગલે આણંદ સાંસદ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને પરિવારને સાંત્વના આપી હતી. વાસદના તારાપુર ધોરી માર્ગ પર પાયલ સિનેમા જવાના રસ્તા પર દિવાલની નજીક પાલિતાણાથી આવેલું શ્રમજીવી પરિવાર છાપરૂ બાંધીને રહેતું હતું. આ પરિવારે વરસાદી વાતાવરણથી બચવા બે દિવાલની વચ્ચે છાપરૂ બનાવીને છેલ્લા…

Read More

દેવશયની એકાદશીના પવિત્રના દિવસે ગૌવંશનું કતલ કરી માથું જાહેરામાં ફેંકતાં નગરમાં તંગદીલીનો માહોલ, હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો 

હિન્દ ન્યુઝ, આણંદ આણંદમાં ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી       ગત રોજ તા. 29-06-2023 નાં રોજ આણંદમાં પોશ વિસ્તારમાં દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે કોઈ અસમાજીક તત્વો દ્વારા ગૌ વંશનું કતલ કરેલ મુખ ફેંકી જતા રહેતા નગરમાં અરેરાટી અને વ્યાપક આક્રોશ ફેલાયો હતો. આ વિગત અંગે સ્થાનિક રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યારે વાયુવેગે નગરમાં લોક ટોળા એકઠા થયા હતા. આ અંગે ભાજપના યુવા નેતા પિંકલ ભાટિયા અને કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચી હલ્લા મચાવી દીધા અને બકરી ઇદના તહેવારના દિવસોમાં નગરની શાંતિ અને એકતા ડહોળવાનો કારસો કરતા અસમાજિક તત્વોને ઝડપી કાયદેસરની…

Read More

મહીસાગર જિલ્લાના જાહેર સ્થળો અને જિલ્‍લા/તાલુકા સેવા સદન કે કોઇપણ સરકારી કચેરીઓની બહાર કે સદનના પરિસરના ૨૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા જેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગરના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ સી વી લટાએ જિલ્‍લા સેવા સદન, મહીસાગર તથા જિલ્‍લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ…

Read More