દેવશયની એકાદશીના પવિત્રના દિવસે ગૌવંશનું કતલ કરી માથું જાહેરામાં ફેંકતાં નગરમાં તંગદીલીનો માહોલ, હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો 

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદમાં ઈરાદાપૂર્વકની ઉશ્કેરણી

      ગત રોજ તા. 29-06-2023 નાં રોજ આણંદમાં પોશ વિસ્તારમાં દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે કોઈ અસમાજીક તત્વો દ્વારા ગૌ વંશનું કતલ કરેલ મુખ ફેંકી જતા રહેતા નગરમાં અરેરાટી અને વ્યાપક આક્રોશ ફેલાયો હતો. આ વિગત અંગે સ્થાનિક રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યારે વાયુવેગે નગરમાં લોક ટોળા એકઠા થયા હતા. આ અંગે ભાજપના યુવા નેતા પિંકલ ભાટિયા અને કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચી હલ્લા મચાવી દીધા અને બકરી ઇદના તહેવારના દિવસોમાં નગરની શાંતિ અને એકતા ડહોળવાનો કારસો કરતા અસમાજિક તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી. જોકે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિની ગંભીરતા સમજી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા કવાયત હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આ આણંદમાં ગ્રીડ ચોકડી પાસે આવેલ કૃષ્ણકુંજ સોસાયટી પાસેના જાહેર માર્ગ ઉપર કોઈ અસમાજીક ઈસમ ગાયનું ધડ અલગ કરેલ મુખ ફેંકી જતો રહ્યો હતો. સોસાયટીના રહીશો અને અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ આ દ્રશ્ય જોતા ભારે અરેરાટી વ્યાપી હતી. આ ઘટના અંગે નગરની જનતાને જાણ થતાં હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરો તેમજ લોકટોળા ઉમટ્યા હતા. સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો વધુ વણસે તે પહેલાં કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો.

મહત્વનું છે કે ગતરોજ બકરી ઈદને લઈ હજારો પશુઓની કતલ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થઈ હશે. આ તહેવારને હિન્દુ સમાજમાં અતિ પવિત્ર ગણાતા અને પુંજાતા ગૌ વંશનું કતલ કરેલ મુખ નિહાળી હિન્દુ સમાજમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. હિન્દુ સમાજના આગેવાનો અને ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ ઘટના સ્થળે પહોંચી હિન્દુ સમાજને ઇરાદાપૂર્વક છંછેડી ઉશ્કેરણી કરતા અસમાજીક તત્વોને તાત્કાલિક અસરથી ઝડપી લેવા માંગણી કરી હતી.

આ અંગે આક્રોશ વ્યક્ત કરતા ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ જણાવ્યું હતું કે સરકાર અને પોલીસ બન્ને કોમીએક્તા માટે સતત પ્રયત્નશીલ છે. વળી બકરી ઈદ ના તહેવાર પહેલા આણંદ પોલીસ દ્વારા હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી. તેમ છતાં કેટલાક અસામાજીક તત્વો ઇરાદાપૂર્વક હિન્દુ સમાજની લાગણી અને નગરની પવિત્રતા દુભાય તેવા હિન કૃત્યો કરે છે તે સહન થઈ શકે તેમ નથી. આ અંગે તેઓએ પોલીસને આ બાબતે આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી દબોચી લઈ કાયદેસરની દંડનાત્મક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આ ઘટનાની જાણ આણંદ સાંસદ મિતેષભાઈ પટેલને થતા તેઓએ પણ આ અસમાજીક ક્રૂર કૃત્ય અંગે નિંદા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેઓએ આણંદ પોલીસને તાત્કાલિક અસરથી આણંદની શાંતિ અને એકતા ડહોડનાર તત્વોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. વળી વધુમાં તેઓએ આવી ધાર્મિક ઉશ્કેરણી કરતા અસમાજીક તત્વોને આવા હિંસક અપકૃત્યોથી દૂર રહેવા ચેતવણી આપી હતી.

આણંદમાં અશાંતિના દૂત સક્રિય, હિન્દુ રહેણાક વિસ્તારોમાં કતલ કરાયેલ પશુના માંસ, મસ્તક અને હાડકાનો કચરો ઠાલવતા પ્રજામાં આક્રોશ

આજ રોજ પણ આણંદના શાંતિપૂર્ણ માહોલને ડહોળવા અશાંતિના દૂતો સક્રિય થયા છે. શહેરમાં બકરી ઇદ ઉપર વ્યાપક પ્રમાણમાં પશુ કતલ થઈ રહ્યાં છે. શહેરના વિવિધ હિન્દુ વિસ્તારોને ટાર્ગેટ કરી પશુ કતલ પછી વધેલ માંસ અને હાડકાનો કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવતા નગરમાં કોમી એખલાસ ખોરવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. શહેરના શાંતિ પૂર્ણ માહોલને વિકૃતો દ્રારા અટકચાળા કરી અશાંતિ ઉભી કરવાની આયોજનબદ્ધ કોશિશ થઈ રહી છે. જીલ્લા પોલીસ દ્વારા પણ આ ઉપરાછાપરી બનતી ઘટનાઓને ગંભીરતાથી લઈ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન થયા છે. જોકે હજી કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.

આણંદમાં ગઈકાલે ગ્રીડ પાસે કૃષ્ણકુંજ સોસાયટીમાં તેમજ આજે પાયોનીયર હાઇસ્કુલ પાછળની મિસ્ત્રી સોસાયટી તેમજ નાની ખોડિયાર રોડ જેવા હિન્દુ વિસ્તારોમાં કતલ કરાયેલ પશુ નું મસ્તક, હાડકા અને અન્ય માંસ નો કચરો છુટ્ટો ફેંકી કેટલાક અશાંતિના દૂતો દ્વારા વિકૃત અટકચાળો કરવામાં આવતા હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.

આણંદમાં બકરી ઇદ બાદ બનેલ ઉપરાછાપરી ત્રણ ઘટનાઓએ પોલીસની ઢીલી કામગીરીની પણ પોલ ખોલી દીધી છે. વિકૃત માનસિકતા ધરાવતા ઈસમો કાયદાનો અને પોલીસનો ડર રાખ્યા વિના પશુ હિંસા કરી જાહેરમાં બેખૌફ રીતે માંસ, મસ્તક અને હાડકાનો કચરો ખુલ્લામાં હિંદુ રહેણાક વિસ્તારમાં ફેંકવાની હિંમત કરી શકે છે ત્યારે પોલીસ હજુ પણ આ અટકચાળા કરતા અશાંતિના દુતો ને ઝડપી શકી નથી. જોકે હિન્દુ સામાજિક આગેવાનો અને સંગઠનોનો રોષ હાલ સાતમા આસમાને ચઢ્યો છે. આગામી સમયમાં મોટા આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.

આણંદ બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment