દિયોદર,
દિયોદર બાર એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્નો ને લઈ આજરોજ દિયોદર નાયબ કલેકટર અને સબ રજિસ્ટ્રાર ને લેખિત માં આવેદનપત્ર પાઠવી સરકારી કચેરીઓ માં લેભાગુ તત્વો સામે પગલાં ભરવા રજુઆત કરી છે.
ગરીબ ભોળી પ્રજા ને ખુલ્લેઆમ લૂંટવા માટે દિયોદર માં ઘણા સમય થી લેભાગુ તત્વો નો રાફડો ફાટ્યો છે અને લેભાગુ તત્વો ગરીબ પ્રજા ના સરકારી કામો કરી ખુલ્લે આમ લૂંટી રહા છે. જેમાં આવા ગંભીર પ્રશ્ન ને લઈ દિયોદર બાર એસોસિએશન લાલઘૂમ થયું છે. જેમાં સરકારી કચેરી માં કાયદા ના જાણકાર વગર થતા કામો ના કરવા આવેદનપત્ર આપી રજુઆત કરી છે. વકીલો એ આવેદનપત્ર માં એવી રજુઆત કરી છે કે દિયોદર માં ઝેરોક્ષ ની દુકાન વાળા કે લેભાગુ એટલે કે કાયદા થી અજાણ એવા વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે આર ટી એસ દાખલ કરવામાં આવે છે. આવા માણસો ગરીબ અને અભણ પ્રજા પાસે થી ખોટી રીતે રૂપિયા પડાવે છે અને ફરી થી આવી રીતે કાયદા ના અજ્ઞાન થી રેવન્યુ રેકર્ડ માં પણ ઘણા ગોટાળા થાય છે, જેથી જેમને આ કાયદા નું કામ કરવાની સતા ન હોવા છતાં ખોટી રીતે રૂપિયા પડાવી ને અભણ અને ગરીબ પ્રજા ને છેતરતા હોય છે તે અનુસંધાને આવું કામ વકીલ સિવાય ના કરવા રજુઆત કરી છે આ બાબતે યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી સમય દિયોદર બાર એસોસિએશન દ્વારા આંદોલન કરવાની અને ગાંધી ચિર્ધા માર્ગ અપનાવાની ચીમકી આપી છે.
દિયોદર માં ઘણા સમય થી ઝેરોક્ષ વાળા અધિકારીઓ સાથે સીધી મિલી ભગત રાખી ખુલ્લેઆમ ગરીબ પ્રજા ને છેતરવામાં આવી રહી છે. દસ્તાવજે આર ટી એસ દાખલ કરવી જમીન માં નોંધ પડાવવી જેવા અનેક કામો માં કહેવાય છે કે લેભાગુ તત્વો દ્વારા અધિકારીઓ સાથે મિલિભગત રાખી ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહા છે વહેલી સવાર થી સરકારી કચેરીઓ માં ઝેરોક્ષવાળા નો રાફડો જોવા મળી આવે છે અને અધિકારીઓ સાથે સીધી મિલી ભગત રાખી ખુલ્લેઆમ લૂંટ ચલાવી આમ પ્રજા ના ખીચા ખંખેર વામાં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
આ બાબતે દિયોદર બાર એસોસિએશન ના પ્રમુખે જણાવેલ કે દિયોદર માં કાયદા ના જાણકાર વગર લેભાગુ તત્વો દ્વારા સરકારી કચેરી ઓ માં કામો થઈ રહા છે. જેમાં કાયદા આ અજ્ઞાન થી રેવન્યુ રેકર્ડ માં ગોટાળા થાય છે ઝેરોક્ષવાળા ખોટી રીતે લોકો ના રૂપિયા પડાવી રહા છે યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલન કરીશું.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા,દિયોદર