કીમ,
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ખાતે આજે કીમ પોસ્ટઓફીસ પાસેથી પ્રજાજનોને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડતી મુખ્યપાઈપ લાઈનનો વાલ કોઈક કારણોસર લીકેજ થતા પીવાનું શુધ્ધ પાણી રસ્તા પર આવી ગયું હતું, વાલ લીકેજ થતા હજારોલીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા ઉપર આવી જતાં આ પાણીની વ્યય થવા પામ્યો છે. ગ્રામ પંચાયત દ્વાર લાઈન રીપેરીંગ ન કરવામાં આવશે તો ગટર નુ પાણી પીવાના પાણીની લાઈન મા પ્રવેશ થશે અને નવી બીમારી નોતરસે.
રિપોર્ટર : રીયાઝ મેમણ-સુરત