ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના સામાજિક કાર્યકર સલીમ અ.રઝાક મુનશી એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને લેખિતમાં રજૂઆત કરેલ

પ્રભાસ પાટણ,

વેરાવળ પાટણ શહેર માં અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજ મરવા માટે રેશનકાર્ડમાં સિક્કા મારી આપવાનો સરકાર સંબંધિત અધિકારી ના પાડતાં હોય તે અંગે યોગ્ય કરવા અન્નપૂર્ણા યોજના હેઠળ સરકાર તરફથી ગરીબ માણસો ને અનાજ આપવામાં આવે છે પરંતુ મામલતદાર અને સસ્તા અનાજ વાળા રેશનકાર્ડમાં સિક્કા મારવાની નાં પાડે છે. આપને અરજ છે કે ગરીબ અંને અતિપછાત ઝુંપડપટ્ટી વાળાઓને પણ સરકાર ની આ યોજના હેઠળ અનાજ આપવાની મામલતદાર તથા પુરવઠાના અધિકારીઓ અરજદારોને ના પાડે છે અને પંડીત દીનદયાળ વાળા પણ સિક્કાની ના પાડે છે અને સરકાર ના જવાબદાર અધિકારીઓ અરજદારોને સરખો જવાબ આપતા નથી અને એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં સતતં ધક્કા ખવડાવે છે અને તેઓનો અનાજ ન આપવું પડે તેવો સ્પષ્ટ અને ઉધ્ધતાઇ ભર્યો હોય છે. આપ ને આ યોજના અંગે લાભાર્થીને સરકાર ના નિતિ નિયમો મુજબનું પુરતું અનાજ મળી રહે તે માટે સંબંધિત અધિકારી ને સ્પષ્ટ સુચના આપી હુકમ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર સલીમ અ. રઝાક મુન્શી ની અંને વેરાવળ પાટણ શહેર ના લોકો ની માંગણી છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment