લોધીકા તાલુકાના મોટાવડા ગામના હાઈસ્કુલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ખાસ ઉપસ્થિતિ રહ્યા

નિકાવા,

લોધીકા તાલુકાના મોટાવડા ગામમાં પ્રાયમરી સુધીના અભ્યાસ માટે સુવિધા હતી અને વધુ અભ્યાસ અર્થે બહાર જવુ પડતુ જેને લઈને ગ્રામજનો દ્વારા સરકારના પ્રતિનિધિ મારફત હાઈસ્કુલ માટે રજુઆતો કરેલ હતી અને આ રજુઆતને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી હાઈસ્કુલ બનાવવા માટેની મંજુરી આપતા ગ્રામજનોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને સરકારના આદેશોનુસાર રાજકોટ જીલ્લાના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાની ખાસ ઉપસ્થિતિમાં હાઈસ્કુલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. મોટાવડા ગામમાં સરકાર દ્વારા મંજુર થયેલ હાઈસ્કુલ માટેના આ બિલ્ડિંગ 3 કરોડ અને 22 લાખમાં બનાવવામાં આવ‌શે તેમાં ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓને અભ્યાસ અર્થે બહાર જવુ નહીં પડે અને પોતાના જ ગામમાં શિક્ષણ લેશે તથા આજુબાજુ ગામના વિદ્યાર્થીઓને પણ શિક્ષણનો લાભ મળશે.

આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં ગામના સરપંચ ભીમસિહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રાજકોટ લોધીકા સંધના વાઈસ ચેરમેન મનસુખભાઈ સરધારા, ગામના આગેવાન વેલુભા જાડેજા, મુન્નાભાઈ જાડેજા, વનરાજસિંહ જાડેજા, સહકારી મંડળીના પ્રમુખ કનકસિંહ જાડેજા, તલાટી મંત્રી વાય.આર.ભુત, ટી.એસ.ઓ.પરમાર, યુવા ભાજપના જયેશભાઈ સાગઠીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા અને હાઈસ્કુલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થતાં ગામલોકોમાં ખુશીનું મોજુ જોવા મળ્યુ હતુ.

 

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment