રાજકોટ ખાતે કોરોના સંક્રમણને પ્રસરતો રોકવાની વિવિધ કામગીરીની સાથોસાથ અન્ય કામો અંગે જુદાજુદા વિસ્તારોની વિઝિટ કરતા : રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ,

તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ તંત્રની અન્ય કામગીરી પણ થતી રહે તેની ઉપર પણ ભાર મુકી રહયા છે. તેઓ વખતોવખત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જુદીજુદી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન તમામ વોર્ડના સાઇન બોર્ડનું જરૂરીયાત મુજબ નવિનીકરણ કરવા, ડૉ.યાજ્ઞિક રોડ, શેલ પેટ્રોલ પંપની બાજુમાં બાંધકામ ચાલુ છે. તેનું કન્સ્ટ્રકશન મટીરીયલ રોડ પર છે. તે દુર કરાવવા તથા કચરો દુર કરવા, તમામ વોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તેમના કાર્યક્ષેત્રનાં વોર્ડમાં પાણી ભરાતા હોય તો તેનો નિકાલ કરવા, કલ્યાણ શો રૂમની બાજુમાં બાંધકામ ચાલુ છે.

તેનું કન્સ્ટ્રકશન મટીરીયલ રોડ તથા કચરો દુર કરવા, કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદીર સામે વોડાફોનનું બોર્ડ નમી ગયેલ છે. તેને દુર કરવા, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલ પંપ પાસે ગંદકી દૂર કરવા, યુનિ.રોડ, ડૉ.રવિ મૃગના દવાખાનાની બાજુમાં કચરાના ઢગલા દુર કરવા, કાલાવડ રોડ અને યુનિ. રોડ પર લાંબા સમયથી પડેલા જુના વાહનો દૂર કરવા વિગેરે સંબધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી. વધુમાં યુનિ. રોડ પર મોમાઇ પાન અને ડીલક્સ પાન પાસેથી ૨ વ્યક્તિ માસ્ક વિના નજરે આવતા માસ્ક પેનલ્ટી વસૂલ કરેલ હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment