વેરાવળમાં ૧૧ સ્થળે દસ દિવસ સુધી નિ:શૂલ્ક કોરોના ટેસ્ટનું આયોજન

ગીર સોમનાથ,

    ગીર સોમનાથ ખાતે  તા.૦૭, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્રારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ મહામારીથી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે લોકોને સાવચેત રહેવા અને આરોગ્ય સારવાર માટે સરકાર હંમેશા કટીબધ્ધ છે. કોરોના કાળમાં સરકારે એક એક માનવ જીંદગીની ચિંતા કરી છે. લોકોને કોરોના વાયરસ માંથી બચાવવા અને સંક્રમણને અટકાવવા માટે ઘનવંતરી આરોગ્ય રથના માધ્યમથી ઘરે ઘરે આરોગ્યની સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત સંવેદનશીલ સરકારે નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરી સંક્રમણને અટકાવવા ભગીરથ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

   વેરાવળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા દસ દિવસ સુધી ૧૧ સ્થળે નિ:શૂલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલ વેરાવળ, અર્બન હેલ્થ સેન્ટર (હરસિધ્ધી સોસાયટી, વેરાવળ) અને સરકારી હોસ્પિટલ પ્રભાસ-પાટણ ખાતે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમ્યાન ઉપરાંત જૈન દેરાસર હોલ વેરાવળ, કાશી વિશ્ર્વનાથ મંદિર, પટણી હોલ લાબેલા, કેવટ ભુવન ભીડીયા, ઓક્શન હોલ (ભીડીયા બંદર), એસોસિએશન હોલ (જી.આઈ.ડી.સી.ગેટ.નંબર-૨), કન્યા શાળા નંબર-૨, (મિનરવા આઈસ્ક્રીમની સામે), કન્યા શાળા, (ડો.સાવલિયાના દવાખાનાની સામે) સહિતના સ્થળોએ સવારે ૧૧ થી ૩ વાગ્યાના સમય દરમ્યાન નિશૂલ્ક કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસના લક્ષણ જણાય આવે તો અચુક શંકાસ્પદ દર્દીઓએ કોરોના વાયરસનો રેપીડ ટેસ્ટ કરાવવો જોઈએ. કોરોના વાયરસની ગભરાવવાની જરૂર નથી માત્ર સાવચેતીની જરૂરીયાત છે. રેપીડ ટેસ્ટમાં કોરોના વાયરસ પોઝીટીવ આવે તો ઘરે વ્યવસ્થા હોય તો દર્દીને તેમના ઘરમાં જ હોમ આઈસોલેશન કરવામાં આવશે. અને આ દર્દીઓની આરોગ્ય કર્મચારી દ્વારા રોજે-રોજ ઘરે જઈ ને મુલાકાત લઈને આરોગ્ય તપાસણી કરવામાં આવશે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment