થરાદ,
થરાદ પોલીસે બાતમીના આધારે ચાંગડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ બાઇકને રોકી બાઇક ચાલકને ઝડતી લેતાં તેની પાસેથી 24,500 રૂપિયાનો 245 ગ્રામ અફીણનો રસ ઝડપાયો. પોલીસે અફીણ,મોબાઈલ અને બાઇક સહિત 60,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો .
થરાદ પોલીસે બાઇક ચાલક રૂપાજી દેવડાની અટકાયત કરી તેમજ અફીણ આપનાર રાજસ્થાન સાંચોરના હરચંદજી પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ