રાજકોટ,
તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૨ માં રામેશ્વર ચોક ખાતે આજુબાજુના વિસ્તારના લોકોના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યકતા અનુસાર એન્ટીજન ટેસ્ટ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શ્રીજીનગર, ચંદ્રનગર, શ્રેયસ અને રામેશ્વર ચોકના રહેવાસીઓનું સ્ક્રિનિંગ, ટેમ્પરેચર, પલ્સ ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ૧૦૦ લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન અને વોર્ડનં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ અતુલભાઈ પંડિત, મહામંત્રી દશરથભાઈ વાળા, મહામંત્રી ભાવેશભાઈ, ઉપપ્રમુખ રાજુભાઇ પારેખ, ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ, દિપાબેન કાચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ