સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

હિન્દ ન્યુઝ, સાણંદ રાજ્ય સરકાર દ્વારા સ્ત્રીઓને રોજગારી પૂરી પાડીને પગભર બનાવવા માટે તથા સ્ત્રી સશકિતકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM)અને મહિલા ઉત્કર્ષ યોજના આવી જ યોજનાઓ છે. રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓના સમૂહોને નાના નાના ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વ રોજગારી માટે સખી મંડળોની રચના કરવામાં આવે છે, જેમને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રીતે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. અમદાવાદના સાણંદ તાલુકાના વીંછિયા ગામનું આસ્થા સખી મંડળ આવું જ એક મંડળ છે. 10 બહેનોનું આ સખી મંડળ જૂથ બચત કરે છે અને ભરત…

Read More

પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર : સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂતે ૩૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ. ૩૪-૩૫ લાખની કરી મબલખ કમાણી

હિન્દ ન્યુઝ, અમદાવાદ  કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’આ કહેવત અને ‘જે ઘરમાં ગાય પૂજાતી હોય ત્યાં ગોવિંદ મળવા જાય’ આ પંક્તિને પણ પોતાના જીવનમાં અક્ષરસહ ઉતારનાર સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની તેમજ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયળ, કેળ, સરગવો, ખારેક તેમજ ઘઉં અને ડાંગરની ખેતી કરીને વાર્ષિક રૂ. ૧૪-૧૫ લાખની આવક મેળવી રહ્યા છે. માત્ર ધોરણ ૧૦ પાસ એવા ગજેન્દ્રસિંહ વાઘેલા અનુભવજન્ય જ્ઞાન થકી જમીનના ડોક્ટર બની…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

હિન્દ ન્યુઝ, અમદાવાદ  26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે. ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના…

Read More

હિન્દુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરાવવાની સાથોસાથ પર્યાવરણ જાળવણી માટે GEDA નો વિશેષ પ્રયાસ

હિન્દ ન્યુઝ, અમદાવાદ રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. પ્રતિ વર્ષ વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ જ હેતુ સાથે રાજ્યના સ્મશાન ગૃહોમાં હિન્દુ સમાજના મૃત વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઓછા લાકડાનો વપરાશ થાય તે હેતુથી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા સુધારેલ સ્મશાન ભઠ્ઠી (સગડી) લગાવવાની સહાય યોજના કાર્યરત છે. જે હેઠળ છેલ્લા ૭ વર્ષમાં રૂ. ૨૯.૩૧ કરોડના ખર્ચે ૬,૫૫૨ જેટલી સ્મશાન ભઠ્ઠી લગાવવામાં આવી છે. GEDA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હિંદુ પરંપરામાં અગ્નિસંસ્કાર વિધિ…

Read More

સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૦૦ વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ

હિન્દ ન્યુઝ, સુરત સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તા.૩ જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં આંબાવાડીઓમાં ફળમાખી સોનમાખના ઉપદ્રવને અટકાવવા માટેના પગલાઓ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, આંબાવાડીમાં ફળમાખી-સોનમાખ આવી શકે છે. જેનો ઉપદ્રવ નિવારવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ આ ફળમાખીના તાત્કાલિક સમૂહ એકત્રીકરણ કરવા માટે ૩૦-૩૫ ફળમાખી ટ્રેપ પ્રતિહેકટર મુજબ આંબા પર લગાવી અસરકારક વ્યવસ્થાપન કરી સારૂ મેળવી શકાય છે ત્યારબાદ નિયમીત બગીચાની મુલાકત લઇ નુકશાનગ્રસ્ત ફળ એકત્રીત કરી તેમનો નાશ કરવો જોઇએ અને બગીચામાં સાફ સફાઇ કરવી જોઇએ. જેથી ખુબજ અસરકારક પરિણામો મેળવી શકાય છે.

Read More

ગીર સોમનાથમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી ખાતે ૦૩મી જુનના કોમન યોગાસન પ્રોટોકલ તાલીમ, યોગ અને જાગરણ રેલી યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમનો યોગ્ય પ્રચાર –પ્રસાર થાય અને યોગ અંગેની લોકોમાં જાગૃતિ આવે તે માટે યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગ જાગરણ રેલીનું આયોજન ૦૩મી જુનના રોજ યોજાશે. આ કાર્યક્રમ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી ખાતે યોજવામાં આવશે.

Read More

જીલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ‘પર્યટન પર્વ’ની ઉજવણી અંગે મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં તારીખ ૦૪/૦૬/૨૦૨૩ના રોજ ચોપાટી ગ્રાઉન્ડ, રાજેન્દ્ર ભુવન રોડ ખાતે ‘પર્યટન પર્વ’ની રંગેચંગે ઉજવણી થનાર છે ત્યારે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને ‘પર્યટન પર્વ’ની ઉજવણી અંગે મિટિંગ યોજાઈ હતી. આ પર્યટન પર્વ એ કલાને માણવાનો અનોખો અવસર છે જેમાં ગીર સોમનાથની જનતા ગુજરાતના નામાંકિત કલાકારો-કલાવૃંદોની કલા મનભરી માણશે. આ મિટિંગમાં કલેક્ટરએ કાર્યક્રમના સુચારૂ અને સુગમ આયોજન અંગે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગમાં કલેક્ટરએ જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ ટ્રાફિક…

Read More