ગીર સોમનાથ જિલ્લામાં આંબાવાડીઓમાં ફળમાખી સોનમાખના ઉપદ્રવને અટકાવવા માટેના પગલાઓ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, આંબાવાડીમાં ફળમાખી-સોનમાખ આવી શકે છે. જેનો ઉપદ્રવ નિવારવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ આ ફળમાખીના તાત્કાલિક સમૂહ એકત્રીકરણ કરવા માટે ૩૦-૩૫ ફળમાખી ટ્રેપ પ્રતિહેકટર મુજબ આંબા પર લગાવી અસરકારક વ્યવસ્થાપન કરી સારૂ મેળવી શકાય છે ત્યારબાદ નિયમીત બગીચાની મુલાકત લઇ નુકશાનગ્રસ્ત ફળ એકત્રીત કરી તેમનો નાશ કરવો જોઇએ અને બગીચામાં સાફ સફાઇ કરવી જોઇએ. જેથી ખુબજ અસરકારક પરિણામો મેળવી શકાય છે.

Related posts

Leave a Comment