દિવાળી એક્સ્ટ્રા બસોનું સંચાલન: સુરત- ૨૦૨૪
હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું પર્વની ઉજવણી માદરે વતન પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે કરી શકે એવા શુભ આશયથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી આગામી તા.૨૬ થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન એક્સ્ટ્રા ૨૨૦૦ જેટલી એસ.ટી.બસો ઉપડશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. ‘એસ.ટી. આપના દ્વારે’ અંતર્ગત આજ સુધીમાં કુલ ૨૦૨ બસોનુ બુકીંગ થઇ ચૂક્યું છે. જ્યારે ૯૦ બસોનું ઓનલાઈન બુકીંગ થયું છે. આ બુકિંગ થકી આશરે ૧૫,૦૦૦ જેટલા મુસાફરોને માદરે વતનના ગામ સુધી પહોંચાડવામાં આવશે. હજુ પણ બુકીંગ શરૂ છે.
સુરતથી સૌરાષ્ટ્ર(અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, ગારીયાધાર, રાજકોટ, જુનાગઢ, ઉના)ની બસો “સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ(ધારૂકા કોલેજ), વરાછા રોડથી ઉપડશે. પંચમહાલ (દાહોદ, ઝાલોદ,ગોધરા)ની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના કમ્પાઉન્ડથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે. વધુમાં વધુ મુસાફરોએ એસ.ટી. નિગમની બસ સુવિધાનો લાભ લેવા સુરત વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે.
સુરતથી ઉપડતી દિવાળી એક્સ્ટ્રા બસોનું ભાડું
અમરેલી: રૂ.૪૦૫
સાવરકુંડલા: રૂ.૪૩૦
ભાવનગર: રૂ.૩૫૫
મહુવા: રૂ.૪૧૦
ગારીયાધાર: રૂ.૩૯૦
રાજકોટ: રૂ.૩૯૦
જુનાગઢ: રૂ.૪૪૦
જામનગર: રૂ.૪૫૦
ઉના: ૪૮૫
અમદાવાદ: રૂ.૨૮૫
ડીસા: રૂ.૩૯૦
પાલનપુર: રૂ.૩૮૦
દાહોદ:૩૧૦
ઝાલોદ: રૂ.૩૧૫
કવાંટ: રૂ.૩૭૦
છોટાઉદેપુર: રૂ.૨૮૦
લુણાવાડા: રૂ. ૨૮૫
ઓલપાડથી ઝાલોદ: રૂ. ૩૨૫
ઓલપાડથી દાહોદ: રૂ. ૩૨૦