દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે દિવ્યાંગોમાં પણ જોવા મળ્યો અનેરો ઉત્સાહ

હિન્દ ન્યુઝ, દાહોદ 

   ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ પર્વમાં નિયત મતદાન મથક પર પહોંચીને દિવ્યાંગજનો પણ ઉત્સાહભેર મતદાન કરીને આ લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. જાતે ચાલી ન શકનારા પટેલ છગનભાઇ ધૂળજીભાઈએ સૌની મદદ થકી વ્હીલ ચેર વડે મતદાન મથકે જઈને આજના દિવસે સૌ કામ પડતા મુકીને પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતતા દર્શાવી અન્ય મતદારો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    મેડિકલ સારવાર દરમિયાન રીએકશન આવવાથી બિલકુલ ચાલી શકતા નથી. પરંતુ વહીવટી તંત્ર, દાહોદ દ્વારા લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ અને અતિ દિવ્યાંગ મતદાર હોય તેઓને વ્હીલ ચેર ફાળવવામાં આવી હતી. સંવેદન શીલતા સાથે આસી. નોડલ ઓફિસર તરીકે આર.પી. ખાટા, સહાયક મુકેશભાઈ બિલવાલ તથા ભુપતભાઈએ એમને મતદાન કરવામાં પૂરી મદદ કરી હતી. લોકશાહીના આ પ્રસંગે એમણે કહ્યું હતું કે, જો દિવ્યાંગો મતદાન કરી શકતા હોય તો સૌ નાગરિકોએ તો સામાન્ય માણસોએ તો અવશ્ય જવું જ જોઈએ.

Related posts

Leave a Comment