ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    ગાંધીનગર જિલ્લામાં ભરબપોરે આકરો તાપ હોવા છતાં મતદારોના જોશમાં કોઈ જ કમી જોવા મળી રહી નથી. 

માણસા તાલુકાના હરણાહોડા ગામમાં બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. 

ગરમીના પડકાર વચ્ચે પણ નાગરિકો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગરમીને ધ્યાને રાખીને મતદાન મથકો પર શેડ, પીવાના પાણી અને ઓ.આર.એસ.ની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ અગવડ ન પડે.

Related posts

Leave a Comment