વિંછીયા ન્યાયાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, વિંછીયા વિંછીયા ન્યાયાલય ખાતે તારીખ ૫ જૂન ના રોજ ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિંછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જયુડિ.મેજી.ફર્સ્ટ ક્લાસ કે.એન.જોષી તથા રજીસ્ટાર એસ.જી.ભટ્ટ તથા સી એસ.નાકિયા, સેક્રેટરી તાલુકા લીગલ સર્વિસ કમિટી તેમજ એસ.બી.ચુડાસમા, પી.એમ.સોલંકી, એસ.એ.બાવળીયા, વિજયભાઈ રોજસરા, વિજયભાઈ ખેરાળા, ભરતભાઈ રાઠોડ તેમજ તમામ સ્ટાફગણ તેમજ વન સંરક્ષક અધિકારી કે.ડી.જમોડ, એમ. ટી.કલોત્રા સાહેબ, તથા વિંછીયા કોર્ટ બાર એસોસિયેશનના પ્રેસિડેન્સ અને સિનિયર એડવોકેટ એચ.એચ.પરમાર સાહેબ તેમજ સેક્રેટરી એસ.એન.રામાનુજ, બી.આર.રાઠોડ તથા વિંછીયા કોર્ટના બારના વકીલો વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધેલ.…

Read More

શાળા પ્રવેશોત્સવ 2023 – ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની જિલ્લામાં ચાલુ વર્ષે આર.ટી.ઇ. અંતર્ગત બે રાઉન્ડમાં ૧૫૨૮ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર જૂન ૨૦૨૩ માં ચાલુ થતા શૈક્ષણિક સત્રમાં આર.ટી.ઇ. એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં શહેર કક્ષાએ ૧૧૪ અને તાલુકાઓમાં ૧૫૪ શાળાઓ મળી કુલ ૨૬૮ શાળાઓમાં કન્ફર્મ થયેલા વિદ્યાર્થીઓને આગામી તા. ૧૨, ૧૩ અને ૧૪ ના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ આપવામાં આવશે. જેમાં ભાવનગર શહેરમાં પ્રથમ રાઉન્ડમાં ૯૯૩ અને બીજા રાઉન્ડમાં ૧૧૪ મળી કુલ વિદ્યાર્થીઓને ૧૧૦૭ અને ભાવનગર જિલ્લામાં બીજા રાઉન્ડમાં ૩૯૮ અને તાલુકાઓમાં ૨૩ મળી ૪૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આમ જિલ્લામાં કુલ ૧૫૨૮ વિદ્યાર્થીઓને ૨૬૮ શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત…

Read More

રાજકોટ મહાનગરપાલિકાની ૦૪(ચાર) સંવર્ગની જગ્યાઓની ભરતી માટેની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) ફીમેલ હેલ્થ વર્કર, (૨) મેડીકલ ઓફિસર, (૩) લેબ. ટેકનિશિયન અને (૪) ફાર્માસિસ્ટ આમ કુલ-૦૪ સંવર્ગની લેખિત પરીક્ષા તા.૧૨/૦૩/૨૦૨૩ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના કુલ-૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. આ કુલ-૦૪ લેખિત પરીક્ષાનું પરિણામ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવેલ છે. આ પરિણામ અનુસાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે જેની વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવશે જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી

Read More