હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) ફીમેલ હેલ્થ વર્કર, (૨) મેડીકલ ઓફિસર, (૩) લેબ. ટેકનિશિયન અને (૪) ફાર્માસિસ્ટ આમ કુલ-૦૪ સંવર્ગની લેખિત પરીક્ષા તા.૧૨/૦૩/૨૦૨૩ના રોજ અલગ-અલગ સમય મુજબ રાજકોટ શહેરના કુલ-૧૨ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. આ કુલ-૦૪ લેખિત પરીક્ષાનું પરિણામ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર મુકવામાં આવેલ છે. આ પરિણામ અનુસાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે જેની વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવશે જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી