જીએસએચઈબી, જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે ઉજવાયો પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથની પ્રભાસ પાટણ કન્યાશાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૨૫ ભૂલકાઓ અને ધોરણ-૧માં ૯ બાળકોએ ઉત્સાહથી પ્રવેશ મેળવી પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.             આ પ્રસંગે જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં કર્મચારીઓથી લઈ અધિકારીઓ તમામ સહભાગી થયા છે. શાળા પ્રવેશોત્સવ ભૂલકાઓના જીવનમાં ઉજાસ પાથરનાર ઉત્સવ બની રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ શિક્ષણનું પ્રથમ પગથિયું છે. શરૂઆતથી જ બાળકોમાં પાયારૂપી…

Read More

ગીર સોમનાથના પાલડી ખાતે એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં યોજાયો પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથના પાલડીમાં એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં પાલડી પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાલવાટિકામાં ૪ કુમાર અને ૯ કન્યા એમ કુલ ૧૩ બાળકોએ પ્રવેશ કર્યો હતો. શાળા પ્રવેશોત્સવની દીપ પ્રાગટ્યથી શરૂઆત થઈ હતી અને મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરાયું હતું. આ તકે પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનાર શાળાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામને સંબોધન કરતા ડૉ.કુલદિપ…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મોરાજ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ              કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ વેરાવળ તાલુકાના મોરાજ ગામમાં બાલવાટિકામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૦ કુમાર અને ૧૨ કન્યા એમ કુલ ૨૨ બાળકોનો બાલવાટિકામાં ઉમંગપૂર્વક પ્રવેશ થયો હતો.              શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના પ્રસંગે કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ સંબોધનમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તમામ ભાગીદાર બન્યાં…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં સાંસદ યોગ સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગીર સોમનાથ દ્વારા સાંસદ યોગ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજવામાં આવનાર છે. જેમા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ યોગનો વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકજાગૃતિ મળી રહે તેવા ઉદ્દેશથી  આ સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ૯ થી ૧૯ વર્ષ સુધીના, ૨૦ થી ૩૫ વર્ષ સુધીના, ૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ૬૦ વર્ષથી વધુ વયના  કુલ…

Read More

બિપરજોય વાવાઝોડુ અને ભારે વરસાદની સંભાવના વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા રાહત બચાવ માટેની આગોતરી કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “બિપરજોય” વાવાઝોડાની સંભવિત અસરો સામે સાવચેતીરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં જુદી જુદી શાખાઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહી છે. જાન-માલને નુકશાન થતું અટકાવવા માટે ઉચાઇ પર રહેલા હોર્ડિંગ ઉતરાવવા, મકાનની છત પર રહેલા પતરા ઉતરાવવા, વોર્ડ વાઈઝ ભયગ્રસ્ત બાંધકામોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, સ્થળાંતરિત થનાર લોકો માટે આશ્રય અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, વોર્ડ વાઈઝ ટેકનીકલ સ્ટાફની ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવા તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અંગેની જરૂરી માહિતી આપવા માટે માઈક…

Read More

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૦૫/૦૬/૨૩ થી તા.૧૧/૦૬/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ             ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા…

Read More

સોમનાથમાં શાળા પ્રવેશોત્સવના પેહલા દિવસે 12,000 ભૂલકાઓને મળ્યા સોમનાથ મહાદેવના આશીર્વાદ

હિન્દ ન્યુઝ, સોમનાથ      સમગ્ર રાજ્યમાં આજરોજ શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે. ત્યારે પ્રવેશોસ્તવના પ્રણેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભૂલકાઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અને આશીર્વાદ પહોંચાડીને શાળાએ આવકારવામાં આવ્યા હતા. આ સાથેજ આજરોજ સોમનાથ મંદિર નજીક આવેલ પ્રભાસ પાટણ પે સેન્ટર શાળામાં સોમનાથ ટ્રસ્ટે ભૂલકાઓને સ્કૂલબેગ આપીને શાળાએ આવકાર્યા હતા અને તેમને સોમનાથ મહાદેવના આશીર્વાદ પહોંચાડ્યા…

Read More

વાવાઝોડા અનુસંધાને મેયરનાં અધ્યક્ષ સ્થાને મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ: મનપા દ્વારા ૨૪ કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, રાજકોટ       બિપરજોયવાવાઝોડા અનુસંધાને આજે તા. ૧૨-૦૬-૨૦૨૩ના રોજ મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આવશ્યકતા પડ્યે લોકોનું સ્થળાંતર, ફૂડ પેકેટ, તમામ વોર્ડમાં જર્જરિત કે ભયગ્રસ્ત બાંધકામમાં રહેતા લોકોનું સ્થળાંતર, કંટ્રોલ રૂમ, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત રાખવી વગેરે મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી સંબંધિત અધિકારીઓને મેયર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ મીટિંગ અંગે મેયર ડૉ. પ્રદિપ ડવે અને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે,…

Read More

શાળા પ્રવેશોત્સવના પરિણામે તેજસ્વી બાળકો આગળ આવ્યા, સામાન્ય પરિવારનો બાળક મહત્ત્વની જગ્યાએ બિરાજમાન થાય તે દિવસો હવે દૂર નથી – રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનિ કુમાર

ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની : શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, રાજપીપલા સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ના પ્રારંભે આજે રાજ્યના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનિ કુમાર(IAS) દેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામની પ્રાથમિક શાળામાં ભૂલકાંઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે આવી પહોંચતા શાળાના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવશ્રી અશ્વિનિ કુમારે જણાવ્યું હતું કે, દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો…

Read More

હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ આંગણવાડી અને બાલવાટિકા ભુલકાઓને નાંમાકન કરાવ્યું

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ હિન્દ ન્યુઝ, રાજપીપલા         સમગ્ર ગુજરાત રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે હાઉસીંગ કમિશનર આર. એસ. નિનામાની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા શિક્ષણ સમિતિ પંચાયત નર્મદા સંચાલિત દ્વારા તિલકવાડા તાલુકામાં સાવલી પ્રાથમિક ગૃપ શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે, સૌ આગળ વધેના ઉમદા આશય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.   આ પ્રસંગે હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ જણાવાયુ હતું કે વડાપ્રધાન…

Read More