હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ આંગણવાડી અને બાલવાટિકા ભુલકાઓને નાંમાકન કરાવ્યું

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩

હિન્દ ન્યુઝ, રાજપીપલા

        સમગ્ર ગુજરાત રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે હાઉસીંગ કમિશનર આર. એસ. નિનામાની પ્રેરક ઉપસ્થિતમાં જિલ્લા શિક્ષણ સમિતિ પંચાયત નર્મદા સંચાલિત દ્વારા તિલકવાડા તાલુકામાં સાવલી પ્રાથમિક ગૃપ શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે, સૌ આગળ વધેના ઉમદા આશય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા મહેમાનોનું કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

 

આ પ્રસંગે હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ જણાવાયુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી શરૂ કરેલા શાળા  પ્રવેશોત્સવને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને તથા ધોરણ-૦૧ના નામાંકન કરવામાં આવ્યું છે. શિક્ષણની નવી નીતિમાં બાળકોને માટે આ વર્ષથી બાલવાટિકા શરૂઆત કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષકોએ બાળકોને ધો. ૧ માં પ્રવેશ માટે પૂર્વ તૈયારી કરાવી તેમનું જ્ઞાન સેતુ અને જ્ઞાન શક્તિ વધી બાળકો એકલવ્ય અને નવોદયા જેવી શાળાઓમાં પ્રવેશ મેળવી સારી સફળતા પ્રાપ્ત કરી પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે અને બાળકોને પ્રોત્સાહિત કરવા અનેક પ્રયત્નો શાળાઓ થકી થાય જેના માટે શિક્ષકોને સકારાત્મક સૂચનો આપ્યા હતા. 

હાઉસીંગ કમિશનર આર.એસ. નિનામાએ આંગણવાડી અને બાલવાટિકા બાળકોને દફતર કીટ, કંપાસ બોક્સ આપી નામાંકન કર્યું. તેમજ શાળાનાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો સમક્ષ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્ય રજૂ કર્યા હતા. આ વર્ષમાં શાળામાં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાની મુલાકાત લઈ SMC સાથે બેઠક યોજાઈ.

અત્રે ઉલેખનીય છે કે તિલકવાડા તાલુકાની વિવિધ ગામોમાં ઉપસચિવ હરિસિંઘ સોઢા સહિતના મહાનુભાવો અલવા, રતુડિયા, આલમપુરા, ચુટેશ્વર, ઓડંબિયા, રામપુરી, વધેલી, કથરપુરા, રેંગણ વર્ગ પ્રાથમિક શાળાઓમાં  આંગણવાડીમાં ૫૮ ભૂલકાંઓ અને બાલવાટિકા ૧૩૯ ભૂલકાંઓને  તેમજ ધોરણ-૦૧ માં ૦૮ બાળકોને પ્રવેશ કરાવશે.

કાર્યક્રમમાં શાળાના આચાર્ય હિતેન્દ્રભાઈ બારીયા, માજી સરપંચ રાકેશભાઈ ભીલ, સી. આર.સી.કો.ઓ. મહેશકુમાર એચ. પરમાર શિક્ષકગણ, SMS ના સભ્યો, કર્મચારીઓ, ગામલોકો તેમજ દાતાઓ ઉત્સાહભેર સાથે સહભાગી થયા હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા

Related posts

Leave a Comment