આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

       આગામી તા. ૨૧મી, જૂનના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સુ. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું યોજવામાં આવી હતી. 

 બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય એ માટે આગામી તા. ૧૫મી, જૂનથી તા. ૨૦મી, જૂન દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વ્યાપક જનભાગીદારી થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા રાજયભરમાં નકકી કરવામાં આવેલા આઇકોનિક સ્થળો પૈકી કવાંટ તાલુકાના ભેખડીયા ગામને પણ આઇકોનિક સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ત્યાં પણ કાર્યક્રમનું યોગ્ય આયોજન થાય એ માટે સંસ્થા સાથે યોગ્ય સંકલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. 

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જીલ્લાના આઇકોનિક સ્થળો ખાતે પણ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કાર્યક્રમો યોજવાના રહેશે એમ જણાવી તેમણે સંબંધિત અધિકારીઓને પૂર્વ પ્રચાર પ્રસારના કાર્યક્રમોનું યોગ્ય દસ્તાવેજીકરણ અને રિપોર્ટીંગ કરવા માટે પણ તાકીદ કરી હતી. 

 આ ઉપરાંત જિલ્લામાંથી વધુમાં વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થાય એ માટે તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહીને કામગીરી માટે પણ તેમણે ટકોર કરી હતી. 

 જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ બેઠક દરમિયાન જરૂરી સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. 

 બેઠકમાં છોટાઉદેપુરના પ્રાંત વિમલ ચક્રવર્તી, નાયબ કલેકટર અમીત ગામીત, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઇ પરમાર, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી સોની, ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર, યોગ કોચ, ટ્રેનરો, બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના પ્રતિનિધિ, પતંજલિ યોગ બોર્ડના પ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment