ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો C.R.પાટીલને અન્ય કાર્યક્રમ હોવાથી થરાદ ખાતેનો કાર્યક્રમ રદ થયો હતો

હિન્દ ન્યુઝ,  થરાદ

થરાદ માર્કેટયાર્ડ ખાતે વડાપ્રધાન મોદીની સરકારને નવ વર્ષ પુર્ણ થયા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, પૂર્વમંત્રી અને વર્તમાન ભાજપા જિલ્લા અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ નોકાર્બન પ્રજાપતિ, રાજ્યસભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્ય પ્રવિણ માળી, ધારાસભ્ય માવજી દેસાઈ, ધારાસભ્ય કેશાજી માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા, મફતભાઇ પુરોહિત તેમજ પુર્વ જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ઉમેદદાન ગઢવી, ભાજપા થરાદ શહેર પ્રમુખ અજય ઓઝા વગેરે ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સભા પ્રારંભમાં મુખ્યમંત્રી તેમજ ઉપસ્થિત મહેમાનો, મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીનો સ્વાગત બનાસકાંઠા સાંસદ અને થરાદ માર્કેટ કમિટિના ચેરમેન પરબત પટેલે સાફો પહેરાવીને કર્યો હતો. સ્વાગત વિધિ પછી ભાજપા જિલ્લા અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલાએ જનતાને સંબોધિત કરી હતી. તેમણે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકારના કાર્મોની ચર્ચા કરી હતી. તેમજ 2024માં પુનઃ મોદીની સરકાર બને તે માટે સમર્થન આપવા સૌને અપિલ કરી હતી. ત્યારે 9090902024 નંબર પર મિસ્કોલ કરીને ડિજિટલ સમર્થન આપવા અંગે સૌને માહિતી આપી હતી તેમજ ડેમો પણ કરાવ્યો હતો.ત્યારબાદ બનાસકાંઠા સાંસદ પરબત પટેલે પ્રાસંગિક ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના આંગણે સૌને આવકાર્યા હતા અને મોદીના કાર્યોની યાદી આપી હતી. પરબત પટેલના ભાષણ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપણી સરકારે તમારા વિસ્તાર માટે રૂ. 1400 કરોડની વોટર સ્કીમ મંજૂર કરી છે, જેનો દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાને લાભ મળી શકશે. અંદાજે 60 હજાર ઉપર લોકો આ સભામાં ઉમટી પડ્યા હતા. થરાદની જનતાને આશા હતી. કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આ સભામાં થરાદને જિલ્લો જાહેર કરશે પણ એવી જાહેરાત આ સભામાં પણ થઇ નથી.

રિપોર્ટર : જવાનlસિંહ રાજપૂત, થરાદ

Related posts

Leave a Comment