અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને તેમના હકોનું રક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

હિન્દ ન્યુઝ, સુરત 

          અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને તેમના હકોનું રક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો માટે તાજેતરમાં ગાંધીનગર ખાતેથી હેલ્પલાઈનનું મંત્રીના હસ્તને લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોના હકોના રક્ષણ તથા તેમને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસરૂપે આ હેલ્પલાઈન નંબર – ૧૪૫૬૬ તથા ટોલ ફ્રી નંબર-૧૮૦૦૨૦૨૧૯૮૯ કાર્યરત કરવામાં આવી છે. અત્યાચારનો ભોગ બનેલા અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો આ હેલ્પલાઇન પર એટ્રોસીટીને લગતી ફરિયાદ કરી શકે છે અને માર્ગદર્શન પણ મેળવી શકે છે. અત્યાચારનો ભોગ બનેલ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા તમામ રાજયોમાં રાજય કક્ષાએ અત્યાચારનો ભોગ બનેલ અનુ.જાતિ-જનજાતિના નાગરિકો માટે National Helpline Against Atrocities – હેલ્પ લાઇનનું અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર જેવું સેલ્ફ સર્વિસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો કે જેઓ અત્યાચારનો ભોગ બને છે તેઓને એટ્રોસીટીને લગતી ફરિયાદ અન્વયે એફ.આઇ.આર., ચાર્જશીટ તેમજ મળવાપાત્ર સહાય તેમજ જુદા-જુદા તબક્કે પડતી તકલીફોનું નિવારણ આવશે. આ હેલ્પ લાઇન ૩૬૫ દિવસ ૨૪×૭ ચાલુ રહેશે.

Related posts

Leave a Comment