ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, વડોદરા 

     વડોદરા જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી ગીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્રની ટીમો દ્વારા સતત ફિલ્ડ ચેકિંગ હાથ ધરીને આવા અનધિકૃત ઉપયોગ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.

આ કાર્યવાહીના ભાગરૂપે, પુરવઠા વિભાગની ટીમે વડોદરા જિલ્લાના પોર વિસ્તારમાં આવેલી હોટેલ ગેલેક્સી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તપાસ દરમિયાન હોટેલના રસોડામાં વ્યાપારી હેતુ માટે નિયમોનું ઉલ્લંઘન કરી ઉપયોગમાં લેવાતા ખાનગી ગેસ કંપનીના કુલ ૧૭ નંગ ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. પુરવઠા તંત્ર દ્વારા આ તમામ ૧૭ સિલિન્ડરોનો જથ્થો તાત્કાલિક અસરથી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પી. એન. જી. કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે ઘરેલું ગેસ સિલિન્ડર રાખવા પર પ્રતિબંધ : ભારત સરકાર દ્વારા અધિસૂચના જાહેર

વડોદરામાં પી. એન. જી. કનેક્શન ધરાવતા ગ્રાહકો એલ. પી. જી. કનેક્શન રદ કરાવે અને સિલિન્ડર પરત કરે: જિલ્લા વહીવટી તંત્રની કડક સૂચના

 

Related posts

Leave a Comment