જોડિયા પો.સ્ટે.ની હદમાં જોડિયા તાલુકાના બેરાજા ગામમાં એક વ્યક્તિ એ પોતાના હાથે ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો…

જોડિયા,

જામનગર જિલ્લાના અને તાલુકાના તમાચણ ગામ ના દેવરાજભાઈ સવાભાઈ વરુ તા.04 ના રોજ પોતાના હાથે ગળા ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મરણ જનાર વ્યક્તિ દેવરાજભાઈ ની આર્થિક પરીસ્થિતિ નબળી હોય અને તેઓ છેલ્લા ઘણા સમયથી ટેન્સન માં રહેતા હતા. જેથી તેમના મનમાં લાગી આવતા આ પગલું ભર્યું છે. તેઓના ઘરમાં કોઈ કજીયો કે કકાસ નથી અને તે સિવાય બીજું કોઈ કારણ નથી.

મરણ જનાર ના ફરિયાદ તમાચણ ગામના ગગુભાઈ જીવાભાઈ મારુ એ જોડિયા પો.સ્ટે.માં ફરિયાદ કરી હતી. જો.પો. સ્ટેના.પી.એસ.ઓ.ભગીરથ સિંહ એ.જાડેજા હેડ કોસ્ટે. દાખલ કરી હતી. તપાસ કરનાર હેડ.કોસ્ટે. ગિરધરભાઈ સી.આઘેરા  એ મરણ જનાર વ્યક્તિ નું જોડિયા સરકારી હોસ્પિટલમાં પી.એમ.કરાવવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment