જોડિયા તાલુકામાં રક્તદાન કેમ્પનું આયોજન યોજાયો

જોડિયા,

 

તા૪/૭/૨૦ શનિવારના રોજ જોડીયા તાલુકાની મામલતદાર કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જી જી હોસ્પિટલ સહકાર થી આગળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોડીયા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર પણ ઉપસ્થિત હતા. આ કોરોના ની મહામારી ના સમયગાળા દરમિયાન થેલેસેમિયા ના બાળકો અને અન્ય જરૂરીયાત મંદ દર્દીઓ ને રક્ત સરળતાથી મળી રહે તેથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં સારા એવા પ્રમાણમાં રક્તદાન થયું હતું આશરે ૬૩ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. પ્રાંત અધિકારી આસ્થા બેન એ પણ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં શિક્ષકો, તાલુકા પંચાયતના સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, હોમગાર્ડના જવાનો,

આરોગ્ય ઓફિસનો સ્ટાફ, જોડિયા પો.સ.ઇ. એસ.વી.રામાણી. પોલીસના જવાનો, મંત્રી ઓ, સરપંચો, ભાગ લીધો હતો. તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, બાળ વિકાસ યોજના અધિકારી, જી જી હોસ્પિટલ જામનગર ખાતે આવેલ ટીમ  હાજર રહ્યા હતા.

 

આં કેમ્પ માં સોશિયલ ડિસ્ટન્સ પાલન કરી મને સારી રીતે રક્તદાન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment