આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્ત્વપૂર્ણ કદમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના બે આદિવાસી જિલ્લા પંચમહાલ અને દાહોદ ખાતે એક જ દિવસમાં ₹1100 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં ₹732 કરોડના 112 કામો તથા દાહોદ જિલ્લામાં ₹367 કરોડના વિકાસ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી.

મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના 79 ગામોના 130 તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે ₹406 કરોડની ઉદવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું.

આ વર્ષના રૂપિયા ચાર લાખ કરોડના ઐતિહાસિક બજેટમાં ₹485 કરોડ આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઈરિગેશન માટે ફાળવાયા : મુખ્યમંત્રી

Related posts

Leave a Comment