હિન્દ ન્યુઝ, ભુજ
જિલ્લા કલેકટર દિલીપ રાણાએ એક આદેશ દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૩, શુક્રવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે ૬.૧૦ સુધી અને ૬.૧૦ પછી પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે
નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સમાપ્તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બીલો/ચેક્સ ઇત્યાદી દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે જીટીઆર-૨૦૦૦ના નિયમ ૩૦૫ અને તા.૧૭/૪/૧૯૯૮ના ઠરાવ અન્વયે આદેશ કરવામાં આવ્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની (ભુજ, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલીયા, દયાપર શાખાઓ) અને બેંક ઓફ બરોડા રાપર સહિત સરકારી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ કરતી અનેક બેંકીંગ ટ્રેઝરી/સબ ટ્રેઝરી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ ચાલુ રાખવા સંબંધિત બ્રાંચ મેનેજર્સને ટ્રેઝરી ઓફિસરના પરામર્શમાં રહી ૩૧/૦૩/૨૦૨૩ના ૬.૧૦ અને પછી પણ નાણાંકીય લેવડ-દેવડ માટે ચાલુ રાખવા જણાવાયું છે.