હિન્દ ન્યુઝ, રાજકોટ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અગામી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ને ધ્યાને લઈને સ્વચ્છોત્સવ – ૨૦૨૩નું આયોજન કરેલ છે. છેલ્લા આઠ વર્ષથી મહિલાઓ સ્વચ્છતા માટેના જન આંદોલનમાં મોખરે છે. સ્વચ્છતામાં મહિલાઓની સહભાગિતા અને નેતૃત્વને મજબૂત કરવા અને વધારવા માટે, માનનીય કેન્દ્રીય મંત્રી, MoHUAએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ૭મી માર્ચ ૨૦૨૩ના રોજ ‘સ્વચ્છોત્સવ-૨૦૨૩’ની શરૂઆત કરી છે.
‘સ્વચ્છતામાં મહિલાઓ’ માંથી ‘મહિલાઓની આગેવાની હેઠળની સ્વચ્છતા’ સુધીના પરિવર્તન કાળની ઉજવણી કરવા અને તેને ઉત્તેજન આપવા માટે છે.
‘વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ (WINS) એવોર્ડ્સ-2023ની પ્રથમ આવૃત્તિમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં મહિલા ચેમ્પિયનને ઓળખવા અને એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં મહિલા ઉદ્યમી, NGO, SHG ગ્રુપ,સ્ટાર્ટ અપ ભાગ લઇ શકે છે. જેમાં કોમ્યુનીટી અને જાહેર શૌચાલયની સારસંભાળ, સેપ્ટિક ટેંક ક્લીનીંગ સર્વિસ, ટ્રીટમેન્ટ ફેસીલીટી – યુઝડ વોટર/સેપ્ટેજ, ઘન કચરાનું એકત્રીકરણ અને પરિવહન, MRFની કામગીરી, વેસ્ટ ટુ વેલ્થ પ્રોડક્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની પ્રક્રિયા, IEC, તાલીમ, કેપેસીટી બિલ્ડીંગ, ટેકનોલોજી અને ઇનોવેશન જેવા વિષયને ધ્યાને લઇ નોમીનેશન મેળવી શકાશે.
‘વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ (WINS) એવોર્ડ્સ-૨૦૨૩માં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક પર નોમીનેશન ફોર્મ ભરી શકાશે https://sbmurban.org/wins-awards-2023 અને નોમીનેશન ફોર્મ તારીખ-૨૪/૦૩/૨૦૨૩ થી ૧૪/૦૪/૨૦૨૩ સુધી ભરી શકાશે. વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકા, પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ, પહેલો માળ રૂમ નં -૭, ડો આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે ફોન નં. ૦૨૮૧- ૨૨૨૮૧૭૭ ઉપર સંપર્ક કરવા વિનંતી.