ગીર-સોમનાથ જિલ્લામાં સાંસદ યોગ સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

            ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીગીર સોમનાથ દ્વારા સાંસદ યોગ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજવામાં આવનાર છે.

જેમા ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ યોગનો વધુ પ્રચાર પ્રસાર થાય અને લોકજાગૃતિ મળી રહે તેવા ઉદ્દેશથી  આ સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ૯ થી ૧૯ વર્ષ સુધીના૨૦ થી ૩૫ વર્ષ સુધીના૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ૬૦ વર્ષથી વધુ વયના  કુલ ૪ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાશે. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક લોકોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીજિલ્લા સેવા સદનબીજો માળરૂમ નં.૩૧૫/૩૧૬મુ. ઇણાજતા. વેરાવળજી. ગીર સોમનાથ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવવના રહેશે. વધુ માહિતી માટે ટેકનીકલ મેનેજર,નરેશ ગોહિલ મો.૯૨૨૮૮ ૯૨૭૧૭ ઉપર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment