હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા સદન ખાતે તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત છે. તા.01-06-2024 થી જિલ્લા પંચાયત કચેરી મહીસાગર ખાતે પણ અલાયદો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલ છે. જેનો હેલ્પલાઈન નંબર 02674-252146 છે. રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર Advt.
Read MoreCategory: Cyclone
બિપરજોય વાવાઝોડામાં સોમનાથ ટ્રસ્ટ બન્યું નિરાધાર નો આધાર, 10,000 થી વધુ ફૂડ પેકેટ વિતરણ, આશ્રય સ્થાનોમાં ભોજન અપાયું
હિન્દ ન્યુઝ, સોમનાથ કોઈપણ પ્રાકૃતિક આપદામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા જન સેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું હતું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના મામતાસભર માર્ગદર્શનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય ચક્રવાતના ગંભીર સમયમાં જન સેવાના કાર્યો સતત શરૂ રાખ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં કરી…
Read Moreઆવતીકાલ તા. ૧૭-૦૬-૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે
હિન્દ ન્યુઝ, રાજકોટ બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આવતીકાલ તા. ૧૭-૦૬-૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, ૯૨ પ્રાથમિક શાળાઓ અને ૩૬૪ આંગણવાડીઓ બંધ રહેશે તેમ, મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત કરાયેલો નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ…
Read More“મનપાની ત્રણેય ઝોન કચેરીમાં ૨૪ કલાક ટીમો ખડેપગે” – ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનીલ ધામેલિયા
બિપરજોય વાવાઝોડું હિન્દ ન્યુઝ, રાજકોટ બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ તા. ૧૪ અને તા. ૧૫ જુન દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીઓ અને તમામ વોર્ડ ઓફિસો ૨૪ કલાક ચાલુ રાખવા તથા સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓને ફરજ સોંપવા હુકમ કરેલ છે. દરમ્યાન આજે સાંજે અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિવિધ કામગીરી જેવી કે લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત…
Read Moreબિપરજોય વાવાઝોડા સંદર્ભે ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૪/૦૬/૨૦૨૩નાં રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગરથી ગોંડલ ચોકડી વચ્ચે વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૫મા આવેલ ધર્મેશભાઇ કાનગડનો ૫૦ X ૩૦નો પતરાનો શેડ સંજયભાઇ ગોંસાઇના મકાનની RCC દિવાલ પર ભારે પવનના કારણે ઉડીને બાજુના શેડ તથા મકાન પર પડતા ચીફ ફાયર ઓફીસરશ્રી અને ડે.ચીફ ફાયર ઓફીસર તથા મવડી ફાયર સ્ટેશનની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આશરે ૧૫ થી ૨૦ ફુટ ઉપરના ભાગે પાઇપીંગમા પતરા ફીટ કરેલ સળંગ લાંબો શેડ આશરે ૧ કલાકની મહેનત બાદ પતરા…
Read Moreબિપરજોય વાવાઝોડા સંદર્ભે તાલુકાવાર નિમાયેલા લાયઝન અધિકારીઓની રીવ્યુ બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના વિસ્તારો હાલ એલર્ટ પર છે. ત્યારે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા વાઇસ નિમણુક આપેલ લાયઝન અધિકારીઓની વાવાઝોડા અનુસંધાને રીવ્યુ બેઠક યોજાઇ જેમાં તાલુકાની સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો. બેઠકમાં તાલુકામાંથી સર્વે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીઓ જોડાયા હતા.
Read Moreબિપરજોય વાવાઝોડાના જોખમ સામે ભાવનગર ફાયરબ્રિગેડ ‘એલર્ટ મોડ’ પર
હિન્દ ન્યુઝ, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમ સામે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ વિભાગ એલર્ટ મોડ પર છે. આગામી સમયમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ આવે તો તેને પહોંચી વળવાની તૈયારી મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બ્રિગેડના જવાનો હાલ વાહનો તેમજ જરુરી તમામ ઉપકરણો સાથે સજ્જ છે.
Read Moreસરતાનપરમાં એક સગર્ભા અને માતા-બાળકનું સલામત સ્થળે સ્થળાંતર
હિન્દ ન્યુઝ, ભાવનગર બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો હાલ એલર્ટ પર છે. તળાજા તાલુકાનું સરતાનપર ગામ બંદર પર વસેલું હોવાથી દરિયાકિનારે આવેલા ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા અને અન્ય એક પરિવારના આઠ મહિનાના બાળક અને તેની માતાનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભાવનગરના ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડૉ. ચંદ્રમણિ કુમારના વડપણ હેઠળની આરોગ્ય તંત્રની ટીમ આજે સરતાનપર બંદર અને ગામની મુલાકાતે પહોંચી હતી અને લોકોને સંભવિત વાવાઝોડાના જોખમથી વાકેફ કર્યા હતાં. આ મુલાકાત દરમિયાન દરિયાકાંઠાથી નજીકના ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા તેમજ અન્ય એક ઘરમાં…
Read Moreબિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી
અગમચેતી એ જ સલામતી હિન્દ ન્યુઝ, બોટાદ હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ : આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી- બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી,…
Read Moreબિપરજોય વાવાઝોડુ અને ભારે વરસાદની સંભાવના વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા રાહત બચાવ માટેની આગોતરી કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “બિપરજોય” વાવાઝોડાની સંભવિત અસરો સામે સાવચેતીરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં જુદી જુદી શાખાઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહી છે. જાન-માલને નુકશાન થતું અટકાવવા માટે ઉચાઇ પર રહેલા હોર્ડિંગ ઉતરાવવા, મકાનની છત પર રહેલા પતરા ઉતરાવવા, વોર્ડ વાઈઝ ભયગ્રસ્ત બાંધકામોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, સ્થળાંતરિત થનાર લોકો માટે આશ્રય અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, વોર્ડ વાઈઝ ટેકનીકલ સ્ટાફની ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવા તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અંગેની જરૂરી માહિતી આપવા માટે માઈક…
Read More