સરતાનપરમાં એક સગર્ભા અને માતા-બાળકનું સલામત સ્થળે સ્થળાંતર

હિન્દ ન્યુઝ, ભાવનગર

બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો હાલ એલર્ટ પર છે. તળાજા તાલુકાનું સરતાનપર ગામ બંદર પર વસેલું હોવાથી દરિયાકિનારે આવેલા ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા અને અન્ય એક પરિવારના આઠ મહિનાના બાળક અને તેની માતાનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભાવનગરના ચીફ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડૉ. ચંદ્રમણિ કુમારના વડપણ હેઠળની આરોગ્ય તંત્રની ટીમ આજે સરતાનપર બંદર અને ગામની મુલાકાતે પહોંચી હતી અને લોકોને સંભવિત વાવાઝોડાના જોખમથી વાકેફ કર્યા હતાં. આ મુલાકાત દરમિયાન દરિયાકાંઠાથી નજીકના ઘરોમાં વસવાટ કરનારાં એક સગર્ભા તેમજ અન્ય એક ઘરમાં રહેતા આઠ મહિનાના બાળક અને તેની માતાનું સ્થળાંતર કરવાની જરુર જણાઇ હતી. જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં તેમનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રની આ ટીમમાં સી.ડી.એચ.ઓ. ઉપરાંત ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર રાજ ભાટીયા અને મલ્ટિપર્પઝ હેલ્થવર્કર પ્રતીક ઓઝાનો પણ સમાવેશ થાય છે.

Related posts

Leave a Comment