ગીર સોમનાથના પાલડી ખાતે એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં યોજાયો પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

             કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથના પાલડીમાં એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં પાલડી પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાલવાટિકામાં ૪ કુમાર અને ૯ કન્યા એમ કુલ ૧૩ બાળકોએ પ્રવેશ કર્યો હતો.

શાળા પ્રવેશોત્સવની દીપ પ્રાગટ્યથી શરૂઆત થઈ હતી અને મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરાયું હતું. આ તકે પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનાર શાળાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપસ્થિત તમામને સંબોધન કરતા ડૉ.કુલદિપ આર્યાએ જણાવ્યું હતું કે, જીવન ઘડતર માટે શાળા પાયાનો એકમ છે. આજનો દિવસ શાળામાં આવતા ભૂલકાંઓ માટે સૌથી મહત્વનો દિવસ છે. સરકાર છેવાડાના દરેક ગ્રામીણ વિસ્તાર સુધી શિક્ષણનો વ્યાપ વિસ્તારવા માટે મક્કમ છે. આ સાથે જ અભ્યાસની સાથે જ રમતગમતને પણ જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે વિનંતી કરી હતી અને ખાસ તો ગ્રામ્ય વાલીઓને બાળકોના અભ્યાસમાં અંગત રસ લેવા માટે અપીલ કરી હતી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ડૉ.કુલદિપ આર્યાએ એસ.એમ.સીના સભ્યો સાથે બેઠક કરી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.

આ તકે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રી, ડીઆઈસી ગીર સોમનાથ પ્રકાશ પટેલ, પાલડી પ્રાથમિક સ્કૂલના આચાર્ય ડૉ.ભરતભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ સોલંકી, બીઆરસી કોઓર્ડિનેટર, અગ્રણીઓ તેમજ વાલીઓ સહિત ગ્રામજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

Related posts

Leave a Comment