ગુજરાતમાં ફાળવાયેલા ર૦રરની બેચના આઇ.એ.એસ(પ્રોબેશ્નર્સ) પૈકી નર્મદા જિલ્લામાં ફિલ્ડ તાલીમ માટે જોડાતા સુશ્રી પ્રતિભા દહિયા

હિન્દ ન્યુઝ,સુરત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના ૯ પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓ પૈકી એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તાલીમ માટે સુ પ્રતિભા દહિયા આજે તા.26મી જૂન, 2023ને સોમવારના રોજ જોડાતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સાથે મુલાકાત કરી પરિચય કેળવ્યો હતો. મૂળ હરિયાણાના વતની શ્રીમતી પ્રમિલાબેન અને ઓપ્રકાશ દહિયાના પુત્રી સુ પ્રતિભા દહિયાએ અંગ્રેજી સાહિત્ય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. દરમિયાન વર્ષ ૨૦૨૨ની યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. ગુજરાત કેડરમાં પસંદગી પામ્યા હતા. અગાઉ વર્ષ ૨૦૨૧ની બેચમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.પી.એસ.ની આસામ કેડરમાં તેઓ પસંદગી…

Read More

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને તા.૨૭મી જૂનના રોજ પારિતોષિક એનાયત કરાશે

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ : ૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને આવતી કાલે તા.૨૭ જુનના રોજ ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવશે. આ સમારંભમાં નાણામંત્રીના હસ્તે વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. ગુજરાતી ચલચિત્રો તેમજ તેની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે. ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ…

Read More

તા.૨૮ જૂનનાં રોજ આઇ.ટી.આઇ. સિહોર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦3 એકમ (કંપની)માં મશીન ઓપરેટર, VMC ઓપરેટર, એન્જીનીયર, ટ્રેનીંગ કેન્દ્ર મેનેજર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ.ટી.આઈ. (ફીટર/વેલ્ડર/ડીઝલ મિકેનિક), ડીપ્લોમા મિકેનિકલ VMC ઓપરેટરનો કોઇપણ કોર્સ/અનુભવ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૮/૦૬/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે,આઈ. ટી. આઈ. શિહોર, જિ.ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે.

Read More

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૯/૦૬/૨૩ થી તા.૨૫/૦૬/૨૩) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ                ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે…

Read More