હિન્દ ન્યુઝ, મહીસાગર
કલેકટર ભાવીન પંડયા સંતરામપુર સબ જેલની મુલાકાત લઇને જેલમાં હાજર કેદીઓની વિગતોની ચકાસણી કરવાની સાથે જેલના રેકર્ડની ચકાસણી અને તપાસણી કરી જેલરને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે પોલીસ સ્ટેશનમાં રહેલ રેકર્ડની જાત તપાસ કરી પડતર ફાઇલોનો ઝડપથી નિકાલ કરવા સુચના આપી હતી.
કલેકટરએ સબ જેલની મુલાકાત દરમિયાન જેલમાં રહેલા કેદીઓ સાથે સંવાદ કરી તેઓને આપવામાં આવતી સગવડોની જાણકારી મેળવી હતી.
કલેકટરની આ મુલાકાત દરમિયાન સંતરામપુરના પ્રાંત અધિકારી કૌશીક જાદવ અને મામલતદાર સંગાડા તથા કલેકટર કચેરીની ફોજદારી શાખાના વિરેન્દ્રભાઇ પ્રજાપતિ અને નયનકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર