હિન્દ ન્યુઝ, રાજકોટ
📍મહત્વાકાંક્ષી ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ નો શુભારંભ!
માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા વિંછીયા ખાતે રૂ. ૫.૧૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ યોજનામાં વિંછીયા શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ અને પેવર બ્લોક જેવી મહત્વની કામગીરીનો સમાવેશ કરાયો છે.
🏘️ વિંછીયા ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ હેઠળ
📍 શિવાજી પરા
📍 અનુસૂચિત જાતી વાસ
📍 ફાંગસીયા પરા
📍 રામદેવનગર
📍 પોલીસ સ્ટેશન પાછળના પ્લોટીંગ વિસ્તાર
આ વિસ્તારોમાં નવીન ભૂગર્ભ ગટર નેટવર્ક બનાવાશે તેમજ ભાગ-૧ હેઠળ બાકી રહેલી હાઉસ ચેમ્બરોની કામગીરી તથા કામગીરી દરમિયાન નષ્ટ થયેલા સી.સી. રોડનું પુનઃનિર્માણ પણ થશે.
🛣️ હવે વિંછીયામાં થશે:
✅ સુવ્યવસ્થિત નિકાસ વ્યવસ્થા
✅ માટી, પાણી અને રસ્તાની સમસ્યાનું ઉકેલ
✅ પેવર બ્લોક અને સી.સી. રોડ દ્વારા આધુનિક સ
💬 વિકાસ એ જ સાચી સેવા!
વિંછીયાના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા આ પ્રયાસો નગરજનોના જીવનની ગુણવત્તામાં વધારો કરી ભવિષ્યની ભેટ બની રહે તેવી શુભેચ્છા!
