ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાના ગામો ખાતે કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત 

     અનુસુચિત જનજાતિના જરૂરીયાતમંદ લોકોને વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત તા.૮/૭/૨૦૨૫ના રોજ માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયત ખાતે, ઉમરપાડાના ચારણી પ્રાથમિક શાળા તથા માંડવી તાલુકાના જુનવાણ ગામની પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે.

   આ કેમ્પમાં આજુબાજુના ગામોના લોકોને જાતિના દાખલા, રેશનકાર્ડની લગતી કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગાસ્વરૂપ યોજના, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી અનેક વિવિધ યોજનાઓના લાભો મેળવી શકાશે. જેથી વધુમાં વધુ લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment