લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ સી.આર.પાટિલના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, સુરત

     લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અરજદારના વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નીતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ જુલાઈ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૩મીએ અને તા.૨૪મીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૩મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સુરત જિલ્લા કલેક્ટર કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.



કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે SMC સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે ૧૨૮ સ્લાઈસ સીટી સ્કેન મશીન અને ૧.૫ ટેસ્લા એમ.આર.આઈ. મશીન ટર્ન કીનું લોકાર્પણ કરાયું હતું

 

Related posts

Leave a Comment