ગીર સોમનાથ જિલ્લાના  તાલાલામા રૂ.૧.૯૧ કરોડના ખર્ચે નવી તાલુકા પંચાયત કચેરીનુ ખાતમુહૂર્ત કરાયુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલામાં સાસણ રોડ પર નવી તાલુકા પંચાયત કચેરીનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાના હસ્તે તેમજ તાલુકા પંચાયત તાલાલાના પ્રમુખ શ્રી રામસિંહ ભાઈ પરમાર ની પ્રેરક ઉપસ્થિતિ માં ખાતમુહૂર્ત કરાયુ. રૂ.૧ કરોડ ૯૧ લાખના ખર્ચે નવી તાલુકા પંચાયત કચેરીનુ બિલ્ડીંગ નિર્માણ પામશે. તેનો ફાયદો તાલાલા તાલુકાના સવા લાખ ગ્રામ્ય નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે અને તાલુકા પંચાયત તાલાલાની વિવિધ કામગીરીઓ સારી રીતે કરવા આ વિશાળ અને સુવિધાપુર્ણ બિલ્ડીંગ ઉપયોગી પુરવાર થશે.

Related posts

Leave a Comment