શંખેશ્વર જૈનધર્મ તીર્થધામ શંખેશ્વર ખાતે કોન્ટ્રાકટર દ્વારા બસ સ્ટેન્ડ ની અધૂરી કામગીરી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના શંખેશ્વર જૈનધર્મ તીર્થધામ ખાતે કોન્ટ્રાકટર દ્વારા બસ સ્ટેન્ડ ની અધૂરી કામગીરી છોડી ભાગી જતાં અધૂરી કામગીરી પૂર્ણ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે. શંખેશ્વર શહેર એ જૈન ધર્મ નું આસ્થા નું કેન્દ્ર છે તેમજ અહીંયા લોકોની અવર જવર હંમેશા ચાલુ રહેતી હોઈ છે.બહાર થી આવતા લોકો તેમજ સ્થાનિક લોકો માં શંખેશ્વર જૈનધર્મ તીર્થધામ તરીકે પહેલેથી આગવી ઓળખ ધરાવે છે. બસ સ્ટેન્ડ બનાવવાની ચાલુ કરવામા આવી હતી.પરંતુ અધૂરું કામ મૂકીને કોન્ટ્રાકટર ભાગી જતાં લોકો માં મોટી હાલાકી ભોગવવી પડી રહી છે.જમીન ના વાદ વિવાદ મા બસ સ્ટેન્ડ ની કામગીરી અધુરી થતાં લોકો માં આક્રોશ જોવા મળ્યો છે.યાત્રિકો તેમજ સ્થાનિક લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક લોકોની એકજ માંગ ઉઠવા પામી છે આ બસ સ્ટેન્ડ ની કામગિરી જલ્દી થી પૂરી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment