સાંતલપુર વેપારીએ અડધી કિંમતે સોનાના પાંચ નકલી બિસ્કીટ આપીને તેની સાથે 17.50 લાખની ઠગાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના સાંતલપુર ના શેરપુરા ના યુવાન વેપારી ને વિશ્વાસ માં લઈને બિલ વગરનો માલ સોનાના બિસ્કીટ અડધી કિંમત મળતા અને તે માલ સુરત હજીરા પોર્ટ થી આવે છે,એવો વિશ્વાસ આપીને 5 સોનાના ખોટા બિસ્કીટ આપીને રૂ.17.50 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ વેપારીને સોનાના બિસ્કીટ પરત આપી રૂપિયા લઇ જવાનું કહ્યું હતું, તેમજ સોનાના બિસ્કીટ પાછા લઇ લીધા હતા અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા, રૂપિયા પરત માંગતા તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન સ્વસ્થ થઇને સમગ્ર હકીકતની જાણ કરી હતી.

આ અંગે પાટણ શહેર બી.ડીવિઝન પોલીસ મથકે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુરના શેરપુરામાં રહેતા નામે દશરથભાઇ અમરાભાઇ રબારી જે ગાડીઓની લે-વેચનો વેપાર કરે છે, તેમને સુરત ખાતે નામે લિમ્બાચીયા પ્રશાંતભાઇ નરેશભાઇ પરીચયમાં આવ્યા હતા. તે 26-6-2022 થી 7-9-2022 દરમ્યાન પ્રશાંતભાઇ લીમ્બાચીયા, શાહ અરવિંદભાઇ, શાહ વિરલભાઇ, બ્રહ્મભટ્ટ સુનીલભાઇ અને એક અજાણ્યો ડ્રાઇવર તેમને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી દશરથભાઇને વિશ્વાસમાં લઇને રૂ.17,50,000ના 5 બિસ્કીટ આપ્યા હતા.

ત્યારબાદ આ સોનાના બિસ્કીટ બાબતે તેમને શંકા થતા તેમને સોની સાથે વાત કરતા સોનીએ સોનાને ગેસ ઉપર ગરમ કરવાની સલાહ આપી હતી. સોનીની સલાહ મુજબ વેપારીએ એક બિસ્કીટ ગરમ કરતા તે સફેદ થઇ ગયુ હતુ, બિસ્કીટ ખોટા નીકળતાં વેપારીએ તમામ શખ્સોને સંર્પક કરતાં બિસ્કીટ પરત લઇ લીધા હતા, અને નાણાં પરત ન આપ્યા હતા. આ બાબતે સુનીલ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતા તે બધા શખ્સોએ સાથે મળી જઇને પોતાના ખાનગી વાહનમાં વેપારીને બેસાડી પાટણ કોર્ટ નજીક લઇ જઇને ધમકી આપી હતી, અને ત્યારબાદ પટ્ટા વડે વેપારીને આડેધડ માર મારીને વેપારી પાસેથી ખોટુ લખાણ લખાવીને નોટરી કરાવી દીધી હતી, ત્યારબાદ ફોનની મારફતે ધમકીઓ પણ આપતા રહેતા હતા. ત્યારબાદ તારીખ 7-9-2022ના રોજ રાત્રીના અગિયાર વાગ્યા ના સુમારે ધમકી ભર્યો ફોન આવતાં દશરથભાઇ રબારી મરવા માટે તળાવમાં પડ્યા હતા પણ તળાવમાં પાણી ઓછુ હોવાથી તે બીજા દિવસે બપોરના સમયે ખેતરમાંથી મચ્છી મારવાની દવાની બોટલ મળતાં તે ગટગટાવી દીધી હતી. અને ખેતરમાં બેહોશ થઇ ગયા હતા, ત્યારબાદ તેમને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, સારવાર દરમ્યાન તે સ્વસ્થ્ય થઈ ગયા હતા અને ત્યારબાદ વેપારીએ પાટણ શહેરના બી.ડીવીઝન પોલીસ મથકે લીમ્બાચીયા પ્રશાંતભાઇ નરેશભાઇ, શાહ અરવિંદભાઇ, શાહ વિરલભાઇ, બ્રહ્મભટ્ટ સુનીલભાઇ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. અને તેની તપાસ અધિકારી પી.એસ.આઇ. કે.ડી.પરમારે હાથ ધરી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment