દિયોદર મા આમ આદમી પાર્ટી ની ૨૦૨૨ ની તૈયારી, તાલુકામાં પુનઃ સંગઠન ગઠન કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

   દિયોદર ના સણાદર મિનિ અંબાજી ખાતેગુજરાત આમ આદમી પાર્ટી ૨૦૨૨ મિશન અંતર્ગત દિયોદર આમ આદમી પાર્ટી ની પુનઃ સંગઠન ની રચના કરવામાં આવી અને ૨૦૨૨ વિધાન સભા ચૂંટણીમાં તૈયારી સાથે આ વખતે મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી છે ત્યારે આમ આદમી પાર્ટી ના ગુજરાત ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરીએ જિલ્લાની હોદેદારો ની અધ્યક્ષ તામાં દિયોદર ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજી હતી. જેમાં દિયોદર આમ આદમી પાર્ટી ના પ્રમુખ તરીકે મિતેષ ભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ડૉ. અશોકભાઈ પંચાલ, યુવા ઉ પ્રમુખ મહેશ ભાઈ, સોસિંયલ મિડિયા ઈન્ચાર્જ શૈલેષ ભાઈ ચૌધરીની સર્વોનું મતે વરણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ના ગુજરાત ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ ભાઈ નાભાણી, ડૉ રમેશ પટેલ કમલેશ ભાઈ, મુસ્તક ભાઈ, પાટણ જિલ્લા પ્રમુખ પ્રશાંત ભાઈ ઉપ પ્રમુખ નવીનભાઈ સાથે યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment