હિન્દ ન્યુઝ, મહીસાગર
જાગૃત યુવા સંગઠન મહીસાગર જિલ્લા ટીમ વતી આજરોજ ટીમ ના જાગૃત યુવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં વિક્રમસિંહ પગી, ગોપાલભાઈ બારીયા, ગણપતસિંહ ચૌહાણ, વિપુલભાઈ, ધર્મેન્દ્રસિંહ,સુભાશભાઈ સહિત ના યુવાનો હાજર રહ્યા હતા ત્યારે વિક્રમસિંહ ચાવડા દ્વારા કોઈ પણ વ્યક્તિ ને અન્યાય નહી થાય તેવી કામગીરી શરૂ કરી કામ કરશે તેવી ખાત્રી આપી હતી.
વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ચુંટણી દરમિયાન તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મતદારોને આકર્ષવા લોભ લાલચ આપી ન હતી તેમનું તેમના દ્વારા કરવામાં આવેલા કામ ની નોંધ લેવામાં આવે તો તેમણે ચુંટણી ખર્ચ બચાવી તેમના વોર્ડ માટે મોટા પ્રસંગો માટે વાસણો લાવી પંચ ને આપવામાં આવ્યા છે તેમનું ઉદાહરણ લઈએ તો ચુંટણીમાં થતા ખર્ચાઓ માથી ઘણું બધું કરી શકાય તેમ છે તેની નોંધ મતદારો એ લેવી જોઈએ અને કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર શિક્ષીત યુવાનો ને ચુટવા જોઈએ જેથી સામાન્ય લોકો માટે વધું સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે.
રિપોર્ટર : વિક્રમ પગી, મહીસાગર