સપ્તાહમાં એકવાર હવે બાળકો પણ કહેશે શિક્ષણ બોજ નથી, દફતરનો ખભે ભાર નહી, રમત-ગમત-યોગ અને મેદાની કરવાની મઝા છે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

     ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લઇ શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ કરી એક નવી દિશા બાળકોને આપી છે. આ પહેલ હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં હવે દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને બેગ અને પાઠ્યપુસ્તક વિના અભ્યાસનો રસપ્રદ અનુભવ કરાવવાનો છે. કાયમી બોજમાંથી એક દિવસ મુક્ત મળે હળવા ફૂલ થઇને હોશે હોશે શાળા જવાનો દિવસ.  

નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના નેતૃત્વમાં તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડે ની પ્રથમ દિવસે રંગેચંગે શરૂઆત કરવામાં આવી છે. હવે શનિવારના રોજ વિદ્યાર્થીઓએ સ્કુલ બેગને બાય કરીને એક ઉત્સુકતા, જિજ્ઞાસા અને આનંદ સાથે શાળાએ હાજરી આપી ભોજન-નાસ્તો કર્યો હતો. વિદ્યાર્થીઓએ અનોખા અંદાજમાં જ્ઞાન પિપાસાની તૃપ્તિ કરી હતી. આનંદનો અનુભવ કર્યો હતો.  

આજે ધીમીધારે ઝરમર વરસાદ વચ્ચે શનિવારના રોજ શાળામાં રમૂજી અને ઉત્સાહભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અભ્યાસની આ અનોખી રીતનો અનુભવ માણતા વિદ્યાર્થીઓએ રમૂજી, રમતગમત, પ્રયોગ, તર્ક સાથે અભ્યાસ કર્યો હતો. આવી અનોખી પહેલના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ કેળવાશે અને તેમને લાગશે કે “શિક્ષણ બોજ નથી, મઝા છે”…

રાજ્ય સરકારના શિક્ષણ જગત સાથે નર્મદા જિલ્લાએ પણ આવી અનોખા અભિગમ સાથે ડગમાડીને શિક્ષણ પદ્ધતિને અપનાવી છે. અને સાબિત કરી બતાવ્યુ છે કે શૈક્ષણિક વિષયો માત્ર પાઠ્યપુસ્તક સુધી સિમિત નથી. અભ્યાસને રમુજી પ્રવૃત્તિઓ, રમતગમત સાથે સાંકળીને, પ્રયોગો દ્વારા તેમજ સંવાદાત્મક અભિગમ દ્વારા પણ જીવંત અને સરળ-સહજ બનાવી શકાય છે. કમ્પ્યુટર સ્માર્ટક્લાસ દ્વારા વિષયોને વધુ સારી રીતે સમજી શકાય તે માટે શિક્ષકો દ્વારા ખુબ જ શ્રેષ્ઠ રીતે વિષયોને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં “ઇન્ફોટેઇન્મેન્ટ” માહિતી સાથે મનોરંજનનો સંતુલિત સમન્વય થાય છે. આનાથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાનું સિંચન થશે એક દિવસ મુક્ત અને પ્રકૃતિ વચ્ચે મનગમતી રૂચીમાં આગળ વધવાનો અવસર મળશે અને બાળકો પણ કહેશે, શિક્ષણ બોજ નથી મઝા છે.

Related posts

Leave a Comment