મારવાડી કોલેજના છાત્રોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

     રાજકોટ શહેરને ખાડા રહિત, બિન જરૂરી દબાણ રહિત, રસ્તે રજળતા ઢોર મુક્ત, પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાનાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આ બાબતની માહિતી, વિગતો તથા ટેક્નોલીજીની બાબતો સમજવા અને જાણવા તાજેતરમાં ૧૦ દિવસમાં અલગ અલગ કોલેજોનાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને મહાનુભાવો દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધેલ હતી, જેમાં તા.૧૯/૧૦/૨૦૨૩નાં રોજ મારવાડી કોલેજનાં કોમ્પ્યુટર એન્જી.નાં સેમેસ્ટર-૫નાં ૭૦ વિદ્યાર્થીઓ તથા મારવાડી કોલેજનાં પ્રોફેસર સ્વેતા ખટાના, ડો.મુનીન્દ્ર લુણાગરિયા અને સમીર કારીયા સાથે કન્ટ્રોલ રૂમની ટેકનીકલ તેમજ ઓપરેટીંગ કામગીરીની સંપૂર્ણ વિગત તેમજ તેઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સંલગ્ન તમામ વિગતો મેળવી હતી.

આ કામની માહિતી નોડલ ઓફિસર વત્સલ પટેલ તથા ટેકનીકલ સુપરવાઇઝર કમલેશ શર્મા દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત સેનીટરી સબ ઇન્સ્પેકટર જે.બી.પટેલ તથા દિપેશ સોલંકી દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા થતી ઈ-મેમો તેમજ અન્ય કચરાનાં દંડની કામગીરી વિશે માહિતી આપી હતી તથા કેમેરા બાબતેની વિશેની કામગીરી પરીન પારેખ દ્વારા આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment